બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 07:56 AM, 26 November 2020
ADVERTISEMENT
IDBI બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર સહિતની અનેક બેંકોએ બુધવારે શેર બજારોમાં કહ્યું કે હડતાલના કારણે તેમની ઓફિસો અને શાખાઓમાં કામકાજ બંધ થઈ શકે છે. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA), અખિલ ભારતીય બેન્ક અધિકારી સંઘ (AIBOA)અને ભારતીય બેંક કર્મચારી મહાસંઘે હડતાલમાં ભાગ લેવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
સરકારે ત્રણ નવા શ્રમ કાયદાને પસાર કર્યા છે જે સંપૂર્ણ કારોબારના હિતમાં
AIBEAએ નિવેદનમાં કહ્યું કે લોકસભાએ હાલમાં સંપન્ન સત્રમાં ત્રણ નવા શ્રમ કાયદાને પસાર કર્યા છે જે સંપૂર્ણ કારોબારના હિતમાં છે. આ પ્રક્રિયામાં 75 ટકા કર્મચારીઓને શ્રમ કાયદા માંથી બહાર કરાયા છે. નવા કાયદામાં આ શ્રમિકોને કોઈ સંરક્ષણ અપાયું નથી. AIBEA ભારતીય સ્ટેટ બેન્ક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકના કર્મચારીઓને છોડીને લગભગ તમામ બેંકોના પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા છે. વિભિન્ન ખાનગી અને સરકારી બેંકો સહિત કેટલીક વિદેશી બંકોના કર્મચારીઓ પણ આમાં સભ્ય છે.
હડતાલું આ છે કારણ
બેંક કર્મચારીના હડતાલનું ફોકસ શ્રમ કાયદાના સિવાય આ બાબતો રહેશે. બેંક કર્મચારીઓની તરફથી બેંકના ખાનગીકરણનો વિરોધ, આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ, પૂરતી ભરતીઓ અને મોટા કોર્પોરેટ ડિફોલ્ટર્સની વિરુદ્ધમાં કડક પગલાં, બેંક ડિપોઝીટના વ્યાજદરમાં વધારો અને સર્વિસ ચાર્જમાં ઘટાડો જેવી માંગ રખાશે.
હડતાલમાં 30000 બેંક કર્મીઓ સામેલ થશે
AIBEAમાં 4 લાખ કર્મચારીઓ સામેલ છે. ભારતીય સ્ટેટ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને છોડીને મહારાષ્ટ્રમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકો, જૂની પેઢીના ખાનગી ક્ષેત્રની બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકો અને વિદેશી બેંકોની 10000 બ્રાંચના 30000 કર્મચારીઓ સામેલ થશે. દેશભરમાં 21 હજાર બ્રાન્ચ બંધ રહેશે. દેશમાં તમામ રાજ્યમાં એક અથવા એથી વધારે ગ્રામીણ બેંકો છે. તેની કુલ સંખ્યા 43 છે. જેમાં લગભગ 21 હજાર શાખાઓના 1 લાખ અધિકારીઓ અને તમામ પ્રકારના કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT