બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / bank of maharashtra slashes interest rates on loan upto 2 45 percent

તમારા કામનું / દિવાળી પહેલા આ સરકારી બેન્કે સસ્તી કરી લોન, વ્યાજદરમાં કુલ 2.45% સુધીનો ઘટાડો, જાણો નવા રેટ્સ

Arohi

Last Updated: 12:38 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યાં એક તરફ આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારાને કારણે બેંકોએ લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે તો બીજી તરફ બેંક ઓફ મહારાષ્ટ્રે પોતાની લોન સસ્તી કરી છે. બેંકે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.

  • રેપો રેટમાં વધારાથી વ્યાજદર વધ્યા
  • બેન્ક ઓફ મહારાષ્ટ્રે સસ્તી કરી લોન 
  • તહેવાર સીઝનને ધ્યાનમાં રાખી કર્યો ઘટાડો 

જો તમે તહેવારોની સિઝનમાં ઘર-કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. બેંક ઓફ મહારાષ્ટ્રે તેના વ્યાજ દરમાં 0.30 ટકાનો ઘટાડો કરીને 8.30 ટકાથી 8 ટકા કર્યો છે. નવા રેટ્સ 17 ઓક્ટોબરથી એટલે કે આજથી જ લાગુ થઈ ગયા છે. એટલું જ નહીં પર્સનલ લોનના વ્યાજમાં 2.45 ટકાનો મોટો કાપ લેતી વખતે તેને 9 ટકાથી પણ ઓછો કરી દેવામાં આવ્યો છે.

પર્સનલ લોનમાં પણ ફેરફાર 
બેંકની પર્સનલ લોન હવે 11.35 ટકાના બદલે 8.9 ટકાના વ્યાજ દરે મળશે. મહત્વનું છે કે તમારા ક્રેડિટ સ્કોર આવકના સ્ત્રોત સહિત અન્ય પરિબળો વ્યાજ દરને અસર કરી શકે છે. બેંક રક્ષા ક્ષેત્રના કર્મચારીઓ માટે 8 ટકાના આરઓઆઈ પર હોમ લોન આપી રહી છે.

રક્ષા ક્ષેત્રમાં પેરામિલેટ્રી બળ પણ શામેલ છે. આ પહેલા બેંકે 'દિવાળી ધમાકા' હેઠળ ગોલ્ડ, હોમ લોન અને કાર લોન પર પ્રોસેસિંગ ફીને સંપૂર્ણ રીતે દૂર કરવાની જાહેરાત કરી છે.

બેંકે શું કહ્યું?
જણાવી દઈએ કે બેંક ઓફ મહારાષ્ટ્ર એવી બેંકોમાં છે જે પર્સનલ અને હોમ લોન સહિત રિટેલ લોન પર સૌથી ઓછા વ્યાજ દરો ઓફર કરે છે. એક નિવેદનમાં બેંકે કહ્યું, "એક તરફ જ્યાં નીતિગત દરોમાં વધારાની સાથે લોનના વ્યાજ દરો દરેક જગ્યાએ વધી રહ્યા છે, ત્યારે બેંક તહેવારોની સિઝનમાં રિટેલ લોનને સસ્તી કરીને લોકોમાં આનંદ વહેંચવા માંગે છે. અમને આશા છે કે ગ્રાહકો આ ડિસ્કાઉન્ટનો વધુ સારી રીતે ઉપયોગ કરશે.”

અન્ય બેંકો પણ આપી રહી છે ઓફર 
માત્ર બેંક ઓફ મહારાષ્ટ્ર જ નહીં, કેટલીક અન્ય બેંકો પણ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે ઑફર્સ આપી રહી છે. SBI હોમ લોનના વ્યાજ દર પર 0.25 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ સિવાય બેંક ટોપ-અપ લોન પર 0.15 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. ફેસ્ટિવ બોન્ઝા ડીલ હેઠળ, જો તમે બેંક પાસેથી પ્રોપર્ટી સામે લોન લો છો, તો તમને વ્યાજ દરમાં 0.30 ટકા ડિસ્કાઉન્ટ મળશે. 

બેંકે 31 જાન્યુઆરી, 2023 સુધી હોમ લોન પર પ્રોસેસિંગ ફી દૂર કરીને તેને વધુ આકર્ષક બનાવી છે. આ ઉપરાંત બેંક ઓફ બરોડાએ પણ આવું જ પગલું ભર્યું છે. બેંક હોમ લોન પર 7.95 ટકાના વ્યાજ દરે લોન આપી રહી છે. આ સાથે બેંક 795 ટકાના વ્યાજ દરે કાર લોન પણ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ બેંકના વાર્ષિક ઉત્સવ અભિયાન 'ખુશીઓ કા તહેવાર' હેઠળ આપવામાં આવી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2022 Loan bank of maharashtra interest rates દિવાળી વ્યાજદર interest rate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ