રાહતના સમાચાર / SBI બાદ હવે આ સરકારી બેંકે ગ્રાહકોની આપી મોટી ગિફ્ટ, વ્યાજદરોમાં કર્યો આટલો ઘટાડો

Bank Of India slashes external benchmark lending rate by 75 bps

બેન્ક ઓફ ઈન્ડિયાએ રવિવારે પોતાના ગ્રાહકોને મોટી ગિફ્ટ આપી છે. બેન્ક ઓફ ઈન્ડિયાએ રિઝર્વ બેન્ક (RBI) દ્વારા કાપવામાં આવતા પોલિસી રેટનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવાનો નિર્ણય લીધો છે. BOIએ રવિવારે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ્સમાં 75 બેસિસ પોઈન્ટ એટલે કે 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ ઘટીને 7.25 ટકા થઈ ગયો છે. લેન્ડર્સ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ આરબીઆઈના રેપો રેટથી લિંક્ડ છે. વ્યાજદરોમાં આ ઘટાડો 1 એપ્રિલથી લાગુ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ