સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયાએ 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
BOI માં FDના વ્યાજદરમાં વધારો
થાપણો પર 2.85% થી 5.75% સુધીના વ્યાજ દરો
555 દિવસ અને 777 દિવસની સ્પેશીયલ સ્કીમ
જો તમારું ખાતું બેન્ક ઓફ ઈન્ડિયા (BOI)માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયાએ 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકની સત્તાવાર વેબસાઈટ અનુસાર, નવા દરો 01.11.2022થી લાગુ થશે. બદલાવ પછી, બેંક હવે 7 દિવસથી 10 વર્ષ સુધીની પાકતી મુદતવાળી થાપણો પર 2.85% થી 5.75% સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં FDના વ્યાજ દરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ હવે વ્યાજ દરો ફરી વધવા લાગ્યા છે. ચાલો તમને જણાવીએ કે બેંકે વ્યાજ દરોમાં કેટલો ફેરફાર કર્યો છે.
FD પર 7.75% સુધી વ્યાજ મળશે
બેંકે આજે “સ્ટાર સુપર ટ્રિપલ સેવન ફિક્સ્ડ ડિપોઝિટ” સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 7.75% સુધીનું વ્યાજ આપવામાં આવે છે. બેંક 777 દિવસમાં પાકતી FD પર સામાન્ય લોકોને 7.25% અને વરિષ્ઠ નાગરિકોને 7.75%ના દરે વ્યાજ ચૂકવી રહી છે.
જાણો નવા વ્યાજ દરો શું છે
7 દિવસથી 45 દિવસમાં પાકતી થાપણો પર, બેંક હવે 2.85% વ્યાજ દર ઓફર કરશે. 46 દિવસથી 179 દિવસમાં પાકતી FD 3.85% વ્યાજ દર ઓફર કરશે. 180 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં પાકતી થાપણો પર 4.60% વ્યાજ દર અને 1 વર્ષ અને 2 વર્ષથી ઓછા સમયગાળામાં પાકતી FD પર (555 દિવસ સિવાય) 5.75% વ્યાજ દર ચૂકવવામાં આવશે.
આ સ્પેશીયલ ઓફર બહાર પાડી
બેંક ઓફ ઈન્ડિયા 555 દિવસમાં પાકતી થાપણો પર 6.30% વ્યાજ દર ઓફર કરી રહી છે અને બેંક 2 વર્ષથી 3 વર્ષ (777 દિવસ સિવાય) માટે 5.75% વ્યાજ દર ઓફર કરી રહી છે. 777 દિવસમાં પાકતી થાપણો પર, BOI હવે 7.25% વ્યાજ દર ચૂકવશે અને 3 વર્ષથી 5 વર્ષમાં પાકતી થાપણો પર, BOI હવે 6.25% વ્યાજ દર ચૂકવશે. 5 વર્ષથી 10 વર્ષમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર હવે 5.75 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે.
વરિષ્ઠ નાગરિકોને લાભ
BOIએ તેની વેબસાઈટ પર ઉલ્લેખ કર્યો છે કે “વરિષ્ઠ નાગરિકોએ તેમના રિટેલ TDs (રૂ. 2 કરોડથી ઓછા) પર 3 વર્ષ અને તેથી વધુના તમામ કાર્યકાળ માટે હાલના 50 bps કરતાં વધુ 25 bps નું વધારાનું પ્રીમિયમ ચૂકવવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો/સ્ટાફ/ભૂતપૂર્વ-કર્મચારી વરિષ્ઠ નાગરિકોને લાગુ પડતા વધારાના દરનો લાભ લેવા માટે ડિપોઝિટનો સમયગાળો 6 મહિના અને તેથી વધુ હોવો જોઈએ.