બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો લોન લીધા પછી કોઈ મૃત્યુ પામે તો બેંક બાકી પૈસાની વસૂલાત કોની પાસેથી કરશે ? જાણો અહીં

તમારા કામનું / જો લોન લીધા પછી કોઈ મૃત્યુ પામે તો બેંક બાકી પૈસાની વસૂલાત કોની પાસેથી કરશે ? જાણો અહીં

Last Updated: 02:17 PM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Loan Recovery Rules : શું તમે જાણો છો કે, જો લોન લેનાર વ્યક્તિ તે ચૂકવતા પહેલા જ મૃત્યુ પામે છે, તો આવી સ્થિતિમાં લોનની જવાબદારી કોણ લેશે?

Bank Loan Recovery Rules : આજના સમયમાં કોઈપણ વસ્તુ માટે લોન લેવી એક સામાન્ય બાબત બની ગઈ છે. ઘર ખરીદવાનું હોય, કાર ખરીદવાનું હોય, વ્યવસાય માટે પૈસા જોઈએ કે કોઈ અંગત ખર્ચ માટે લોકો આવી જરૂરિયાતો માટે બેંક પાસેથી લોન લે છે. તમે જે હેતુ માટે લોન લીધી છે તેના આધારે બેંકો તમારી પાસેથી વ્યાજ વસૂલ કરે છે. લોન ચૂકવવા માટે તમારે દર મહિને હપ્તો (EMI) ચૂકવવો પડશે. કોઈ વ્યક્તિને લોન આપતા પહેલા બેંક તેના નાણાકીય ઇતિહાસ વિશે જાણી લે છે અને સંપૂર્ણ ખાતરી થયા પછી જ બેંક તે વ્યક્તિને લોન આપે છે.

જો તમે લોન ચૂકવતા પહેલા મૃત્યુ પામો તો શું?

આપણે બધા જાણીએ છીએ કે, જો કોઈ વ્યક્તિ પોતાની સંપૂર્ણ લોન સમયસર ચૂકવશે નહીં તો બેંક સંપૂર્ણ સત્તા સાથે લોન લેનાર સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, જો લોન લેનાર વ્યક્તિ તે ચૂકવતા પહેલા જ મૃત્યુ પામે છે, તો આવી સ્થિતિમાં લોનની જવાબદારી કોણ લેશે? આજે આપણે જાણીશું કે, લોન લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં બેંક તેના પૈસા કેવી રીતે વસૂલ કરે છે ?

ટાટા કેપિટલના મતે જો લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો સૌ પ્રથમ બેંક લોન ચૂકવવા માટે તે લોનના સહ-અરજદારોનો સંપર્ક કરે છે. જો સહ-અરજદાર પણ લોન ચૂકવી શકતા નથી તો બેંક ગેરંટર, મૃતકના પરિવારના સભ્ય અથવા કાનૂની વારસદારનો સંપર્ક કરે છે અને બાકીની રકમ ચૂકવવાનું કહે છે. જો આમાંથી કોઈ પણ વ્યક્તિ બાકીની લોન ચૂકવવામાં અસમર્થ હોય તો આવી સ્થિતિમાં બેંક મૃતકની મિલકત જપ્ત કરી શકે છે અને તેને વેચીને બાકી લોનની રકમ વસૂલ કરી શકે છે.

બેંકો હોમ લોન કે કાર લોન કેવી રીતે વસૂલ કરે છે?

જો હોમ લોન કે કાર લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો બેંક તેનું ઘર અને કાર જપ્ત કરે છે. પછી જપ્ત કરાયેલા ઘર અને કારની હરાજી કરવામાં આવે છે. બેંકો હરાજીમાંથી મળેલા નાણાંમાંથી તેમની લોન વસૂલ કરે છે. તેવી જ રીતે અન્ય કોઈપણ લોનમાં બેંક મૃતકની બાકીની મિલકત પણ જપ્ત કરી શકે છે અને પછી તેને વેચીને લોનની રકમ વસૂલ કરી શકે છે.

વધુ વાંચો : ભાડુઆત ઘર ખાલી કરવાની ના પાડે છે, તો ટેન્શન છોડો, તમારી પાસે છે આ સુપરપાવર

તો શું ટર્મ ઇન્શ્યોરન્સ મદદરૂપ થઈ શકે ?

કોઈપણ પરિવાર માટે પોતાનું ઘર કે અન્ય કોઈ વસ્તુ હરાજી થતી જોવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી આવી પરિસ્થિતિ ટાળવા માટે નિષ્ણાતો સલાહ આપે છે કે, લોકોએ ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનો ટર્મ વીમો લેવો જોઈએ. જેથી ભવિષ્યમાં આવી કોઈ અપ્રિય ઘટના બને તો વીમા રકમમાંથી લોનની ભરપાઈ કરી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Loan Repayment Bank Loan Recovery Rules Bank Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ