bank job ibps clerk xi recruitment 2021 online application from today last date 10 novermber
નોકરી /
બેન્કમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો તૈયારીઓ શરૂ કરી દો, IBPS POમાં 4,135 પદો પર વેકેન્સી, જાણો કેટલો મળશે પગાર
Team VTV11:26 AM, 20 Oct 21
| Updated: 11:26 AM, 20 Oct 21
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આઈબીપીએસની ઓફિશયલ વેબસાઈટ ibps.in પર જઈને 10 નવેમ્બર અછલા તેનાથી પહેલા ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
બેન્ક નોકરીની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર
IBPS PO માટે બહાર પડી બમ્પર ભરતી
ગ્રેજ્યુએટ ઉમેદવારો કરી શકશે એપ્લાય
ઈન્સ્ટીટ્યુટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શને (IBPS)એ 4135 પીઓ પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આઈબીપીએસની ઓફિશયલ વેબસાઈટ ibps.in પર જઈને 10 નવેમ્બર અથવા તેનાથી પહેલા ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
ગ્રેજ્યુએટ ઉમેદવારો કરી શકશે એપ્લાય
આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોની પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. ત્યાં જ ઉમેદવારોની વય મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. નિર્ધારિત યોગ્યતાઓની સંપૂર્ણ જાણકારી ઓફિશયલ નોટિફિકેશનમાં છે.
આ બેન્કો માટે મંગાવવામાં આવી છે અરજી
નોટિફિકેશન અનુસાર, બેન્ક ઓફ બરોડો, બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ, પંજાબ નેશનલ બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક, યુકો બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી કરવામાં આવેલા યોગ્ય ઉમેદવારોની પાસે અરજી મંગાવવામાં આવી રહી છે.
મળશે આટલો પગાર
ભરતીના પહેલા ચરણમાં પ્રી ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. આ ટેસ્ટ 04 ડિસેમ્બરથી 11 ડિસેમ્બરની વચ્ચે રહેશે. તેમાં પાસ થયા બાદ ઉમેદવારને 2022માં મેઈન્સ એક્ઝામ આપવાની રહેશે. પસંદગી થવા પર ઉમેદવારને 14500-25700 રૂપિયા પે સ્કેલ મળશે.