જો તેમારે બેંક સાથે જોડાયેલા કેટલાક કામકાજ છે તો ફટાફટ આજે જ પતાવી દો.
16 જુલાઈથી સતત 6 દિવસ બેંક બંધ રહેશે
રજા તમામ રાજ્યોના હિસાબથી અલગ અલગ છે
6 રજા શનિવારે અને રવિવારે આવશે તો કુલ મળીને 15 દિવસની રજા છે
16 જુલાઈથી સતત 6 દિવસ બેંક બંધ રહેશે
જુલાઈ મહિનામાં બેંકની અનેક રજાઓ થઈ આવી ચૂકી છે અને અનેક બાકી છે તો તમે બેંક જતા પહેલા રજાનું લિસ્ટ જરુર ચેક કરી લેજો. કાલે એટલે કે 16 જુલાઈથી સતત 6 દિવસ બેંક બંધ રહેશે. ઉલ્લેખનીય છે આ રજા તમામ રાજ્યોના હિસાબથી અલગ અલગ છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ તરફથી બેંકોની રજાનું લિસ્ટ જારી કરવામાં આવ્યું છે. જેનાથી ગ્રાહકોને કોઈ સમસ્યા ન થયા.
6 રજા શનિવારે અને રવિવારે આવશે તો કુલ મળીને 15 દિવસની રજા છે
જુલાઈ 2021માં બેંકરોને તહેવારો માટે 9 રજા મળશે. આ ઉપરાંત 6 રજા શનિવારે અને રવિવારે આવશે તો કુલ મળીને 15 દિવસની રજા છે. જણાવી દઈએ કે 9 રજા રાજ્યોના હિસાબથી થશે અને તમામ જગ્યાએ બેંક બંધ નથી રહે. જે રાજ્યમાં રજા હશે ફક્ત ત્યાં જ બેંક કામ બંધ રાખશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 4 જુલાઈ, 10 જુલાઈ, 11 જુલાઈ, 12 જુલાઈ, 13, જુલાઈ અને 14 જુલાઈએ અનેક રાજ્યોમાં બંકો બંધ હતી.
આગળ આવનારી રજા
જો બેંકની આગળની રજાઓની વાત કરીએ તો 24 જુલાઈથી ચોથા શનિવારના કારણે બેંકોમાં કામકાજ બંધ રહ્યું. આ ઉપરાંત 25 જુલાઈએ રવિવારના કારણે પણ બેંકો બંધ રહેશે. સાથે 31 જુલાઈએ શનિવારે કેર પૂજાના કારણે અગરતલાની બેંકમાં કામ બંધ રહ્યું.
ચેક કરો આરબીઆઈની ઓફિશિયલ સાઈટ
બેંક હોલિડેનું પુરુ લિસ્ટ જોવા માટે રિઝર્વ બેંકની ઓફિશિયલ વેબસાઈટ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પર વિઝિટ કરી શકો છો.