બ્રેકિંગ ન્યુઝ
VTV / Bank holiday: banks will remain closed for 12 days in may 2023
Bijal Vyas
Last Updated: 03:04 PM, 27 April 2023
ADVERTISEMENT
Bank holiday may 2023: જો તમે મે મહિનામાં બેંક જવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તમારે મે મહિનામાં બેંકની રજાઓનું લિસ્ટ જોવું જોઈએ. અન્યથા તમારે બેંકમાંથી ખાલી હાથ પાછા ફરવું પડી શકે છે. નાણાકીય વર્ષ 2023-24નો પહેલો મહિનો પૂરો થતાંની સાથે જ ભારતીય રિઝર્વ બેંકે સામાન્ય લોકો માટે મે મહિનાની બેંક રજાઓની યાદી બહાર પાડી. જેથી બેંકના ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના થાય.
બેંકો સામાન્ય લોકોના જીવનમાં અભિન્ન ભૂમિકા ભજવે છે, નાણાંની લેવડદેવડની સુવિધા આપે છે, ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રાપ્ત કરવો અને ચેક જમા કરાવો વગેરે. રજાના દિવસે બેંકો બંધ હોય છે ત્યારે ઘણા ગ્રાહકોને અગત્યના કામ બાકી હોય છે જે પૂર્ણ થઈ શકતા નથી. આમ લોકોને તેમની બેંકિંગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં મદદ કરવા માટે બેંક રજાઓની યાદી આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
મે 2023 માં બેંકની રજાઓનું લિસ્ટ
બેંકમાં રજા હોવા પર આ રીતે કરો કામ
બેંકની રજાઓ હોય ત્યારે તમે મોબાઈલ અથવા નેટ બેંકિંગ દ્વારા સરળતાથી તમારું કામ પતાવી શકો છો. આ સિવાય તમે નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પૈસા ટ્રાન્સફર કરવા માટે તમે UPI નો ઉપયોગ કરી શકો છો. તમે ATMનો ઉપયોગ કરીને રોકડ ઉપાડી શકો છો. આ ડિજિટલ બેંકિંગ સુવિધાઓનો લાભ લઈને, તમે બેંકની રજાઓ દરમિયાન પણ ઘરે બેસીને તમારું બેંકિંગ કાર્ય સરળતાથી કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.