બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / બેંકોએ કર્યા આ 4 મોટા ફેરફાર, જો-જો ચૂકી ગયા તો નુકસાન ભોગવવું પડશે!

જાણવા જેવું / બેંકોએ કર્યા આ 4 મોટા ફેરફાર, જો-જો ચૂકી ગયા તો નુકસાન ભોગવવું પડશે!

Last Updated: 04:36 PM, 11 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મહિને બેંક ક્ષેત્રને લગતા કેટલાક નિયમોમાં આવ્યો છે સૌથી મોટો ફેરફાર થયો છે ,જે તમારે જાણવો ખુબ જ જરૂરી છે.

બેંક સમય યમય પર પોતાના નિયમોમાં ફેરફાર કરી રહેતી હોય છે.આ મહિને જ સૌથી મોટો ફેરફાર થયો છે.જેના વિશે જાણવુ તમારે ખુબ જરૂરી છે.જો તમે નિયમો નહીં જાણો તો તમને આર્થિક નુકસાન પણ થઇ શકવાની સંભાવના છે.ATM ટ્રાંજેક્શન થી લઇને એકાઉન્ટમાં મિનિમમ કેટલુ બેલેંસ હોવું જોય તે જાણો.આ મહિને જ કેટલાક નિયમો થયા છે અમલી

એકાઉન્ટમાં મિનિમમ કેટલું બેલેંસ હોવુ જોઇએ ?

કેટલીક બેંકોએ ખાતામાં રહેલા મિનિમમ બેલેંસના નિયમોમાં ફેરફાર કર્યો છે.SBI બેંકેના એકાઉન્ટ ધારકોને હવે ખાતામાં ઓછામાં ઓછા 5 હજાર રાખવા પડશે. આ મર્યાદા 3000 રૂપિયાની હતી. એ જ રીતે, પંજાબ નેશનલ બેંકે આ મર્યાદાને 1000 થી 3500 રૂપિયામાં કરી દીધી છે. જ્યારે કેનરા બેંકમાં લઘુત્તમ રકમ 1000 થી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવી છે. ખાતામાં જો મિનિમમ બેલેંસ કરતા ઓછી રકમ હશે તો ખાતા ધારક પાસેથી દંડ વસૂલવામાં આવશે

ATM ટ્રાંજેક્શનમાં નવી લીમિટ

આ મહિનાથી, ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો પણ બદલાયા છે. બદલાવ કરેલા નિયમો અનુસાર, મેટ્રો શહેરોના લોકો મહિનામાં 3 વખત ATMમાંથી પૈસા ઉપાડી શકશે. આ પછીના દરેક ટ્રાજેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા હતા. જો તમે બીજા બેંક ATMમાંથી પૈસા ઉપાડશો , તો 30 રૂપિયા વસૂલવામાં આવશે.જે નોન-મેટ્રો શહેરમાં આ મર્યાદા રૂપિયા 5 છે.

પૈસા જમા કરવાના નિયમો

કોટક મહિન્દ્રા બેંકે તેના 811 બચત ખાતાના નિયમોમાં સુધારો કર્યો છે. દર મહિને 10,000 રૂપિયાથી વધુની રોકડ જમા કરાવવા પર 1000 દીઠ રૂ. 5 ની ફી લાગૂ કરવામાં આવશે. જો તમારે ATM કઢાવુ હશે તો તેની ફી ફક્ત નોન-ક્લિક્ટિંગ ATM રૂ. 25 લાગુ થશે.તો સ્ટેન્ડિંગ ઇન્ટ્રક્શન ફેલિયરની ફી રૂ 200 ઘટાડીને 100 કરી દેવામાં આવી

IDFC ફસ્ટ ક્રેડિટ કાર્ડ

20 ફેબ્રુઆરીથી, IDFC ફર્સ્ટ ક્રેડિટ કાર્ડમાં ઘણા ફેરફારો કરવામાં આવશે. સ્ટેટમેન્ટની તારીખો બદલાશે તો CRED અને PayTM જેવા પ્લેટફોર્મથી કરેલા ટ્રાજેક્શન પર ફી વસુલવામાં આવશે.તો હવે કાર્ડ રિપ્લેસમેન્ટ માટે પણ 199 રૂપિયા ફિ ચૂકવી પડશે

PROMOTIONAL 11

વ્યાજ દરના નિયમોમાં ફેરફાર

રેપો રેટ પાંચ વર્ષના લાંબા ગાળા પછી રિઝર્વ બેંક દ્વારા ઘટાડવામાં આવ્યો છે.આ પછી, બેંકો લોન સસ્તી કરી શકે છે. સાથે જ ફિક્સ ડિપોઝીટ કરેલા પૈસાના વ્યાજમાં પણ ફેરફાર શક્ય છે.રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર RBI બેંકોને પૈસા ઉધાર આપે છે. જ્યારે સેન્ટ્રલ બેંક આ દર ઘટાડે છે, ત્યારે બેન્કો ઓછા ખર્ચે પૈસા ઉધાર લઈ શકે છે. જો કે, જમા પૈસાના વ્યાજમાં પણ ઘટાડો થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Interest Rate Bank Rule
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ