બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bank fraud ATM skimming and know safety tips

તમારા કામનું / ATMમાંથી પૈસા ઉપાડતી વેળાએ આ ભૂલ ન કરતા, નહીં તો એકઝાટકે બેંક એકાઉન્ટ સાફ!

Last Updated: 05:01 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના બેંક એકાઉન્ટમાંથી પૈસા કાઢવા માટે ATMનો ઉપયોગ કરે છે. એટીએમ દ્વારા લોકો ગણતરીના સેકન્ડમાં પૈસા મેળવે છે.

  • ક્યારેય કોઇને પોતાના પિનની જાણકારી ન આપો. 
  • પિનને ટાઇપ કરતી વખતે કીપેડને બીજા હાથથી કવર કરો.
  • એટીએમ ફ્રોડ કરનારા અપરાધી સ્કિમિંગનો ઉપયોગ કરે છે 

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના બેંક એકાઉન્ટમાંથી પૈસા કાઢવા માટે ATMનો ઉપયોગ કરે છે. એટીએમ દ્વારા લોકો ગણતરીના સેકન્ડમાં પૈસા મેળવે છે. પરંતુ એટીએમનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની જરુરી છે. કારણ કે અપરાધી આજકાલ એટીએમ સાથે જોડાયેલા ફ્રોડને અંજામ આપે છે. અપરાધી તેના માટે સ્કિમિંગનો ઉપયોગ કરે છે. આવો જાણીએ કે આ સ્કિમિંગ શું હોય છે અને આનાથી કેવી રીતે બચી શકાય... 

શું છે સ્કિમિંગ?
સ્કિમમિંગમાં એટીએમ કાર્ડ પર હાજર મેગ્નેટિક સ્ટ્રિપ દ્વારા જાણકારી ચોરી થઇ શકે છે. અપરાધી કાર્ડની પાછળ આપેલી મેગ્નેટિક સ્ટ્રિપને વાંચીને ક્રેડિટ અથવા ડેબિટ અથવા એટીએમ કાર્ડથી જાણકારી મેળવી શકે છે. આમ કરવા માટે તે એટીએમ અથવા મર્ચેંટ પેમેંટ ટર્મિનલ પર એક છોટા ડિવાઇસ લગાવે છે. આ ડિવાઇસ કાર્ડની ડિટેલ્સને સ્કેન કરે છે અને તે સ્ટોર કરી લે છે. આ ઉપરાંત પિનને કેપ્ચપ કરવા માટે એક નાનો કેમેરાનો ઉપયોગ કરે છે. સ્કિમિંગ એટીએમ, રેસ્ટોરેન્ટ, દુકાનો અથવા બીજી જગ્યાઓ પર હોય છે. 

આ વાતોનું ખાસ ધ્યાન રાખો

  1. એટીએમની પાસે ઉભા રહીને પોતાની પિનની રક્ષા કરે અને પિનને ટાઇપ કરતી વખતે કીપેડને બીજા હાથથી કવર કરો. 
  2. જો તમને કઇક અસામાન્ય, અજીબ, સંદેહાસ્પદ દેખાય છે. કે એવુ લાગે છે કે એટીએમની સાથે કંઇક યોગ્ય નથી કે કીપેડ યોગ્ય રીતે અટેચ નથી તો ટ્રાંજેક્શન રોકી લો અને બેંકમાં જાણ કરો. 
  3. જો તમને એમ લાગે છે કે કાર્ડ સ્લોટ અથવા કીપેડમાં કોઇ વસ્તુ અટકી છે તો તેનો ઉપયોગ ન કરો. ટ્રાંજેક્શનને રદ કરીને બહાર નીકળી જાઓ. 
  4. ક્યારેય પણ સંદેહસ્પદ વસ્તુને હટાવવાનો પ્રયત્ન ના કરો. 
  5. એટીએમ પર જો કોઇ અજાણી વ્યક્તિ તમને ફોન કરીને મદદ કરવાનું કહે તો તેનાથી સાવધાન રહો. કોઇને પણ ખુદનું ધ્યાન હટાવવાનો પ્રયત્ન ન કરવા દો. 
  6. પોતાની પિન વિશે કોઇપણ વ્યક્તિને ના જણાવો. ભલે પછી તે વ્યક્તિ તમારી બેંકનો કર્મચારી કે પોલિસ હોવાનો દાવો પણ કેમ ન કરે.

સંકળાયેલા મુદ્દાઓ

ATM Utility News એટીએમ એટીએમ ફ્રોડ બેંક Utility
Bijal Vyas
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ