બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:53 PM, 14 February 2025
RBI Rules : ભારતીય રિઝર્વ બેંકે ન્યુ-ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધો લાદ્યા છે. જે લોકોનું આ બેંકમાં ખાતું છે, તે લોકો હવે બેબાકળા બન્યા છે. કોઈના લાખો રૂપિયા અટવાઈ ગયા છે, તો કોઈના વર્ષોથી પેન્શન ઉપાડી શકતા નથી. આવી સ્થિતિમાં લોકો બેંક શાખાઓ સામે લાંબી કતારોમાં ઉભા છે. બીજી તરફ RBI એ કહ્યું છે કે, આગામી 6 મહિના સુધી બેંક તરફથી કોઈ વ્યવહારો થશે નહીં. આજે આપણે જાણીશું કે, આ પ્રકારની પરિસ્થિતિમાં તમે બેંકમાંથી કેટલા પૈસા ઉપાડી શકો છો.
ADVERTISEMENT
જો આપણે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકની વાત કરીએ તો શાખાઓમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને બેંકે 9769008501 નંબર જાહેર કર્યો છે. ગ્રાહકો આ નંબર દ્વારા બેંકમાંથી બધી માહિતી મેળવી શકે છે અને આ ઉપરાંત બેંકે લોકર સિસ્ટમ કાર્યરત રાખી છે. ખાતાધારક લોકરમાં જમા કરેલા પૈસા ઉપાડી શકે છે. પરંતુ આવી સ્થિતિમાં RBI ના નિયમો શું છે તે વિશે તમે જાણો છો ?
RBI દ્વારા ડિપોઝિટ ઇન્શ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનની રચના કરવામાં આવી છે, જે આવી પરિસ્થિતિઓમાં બેંક અને તેના ગ્રાહકોને મદદ કરે છે. બેંક બંધ થયા પછી કેટલા પૈસા ઉપલબ્ધ થશે તે DICGC નક્કી કરે છે.
ADVERTISEMENT
શું છે આ DICGC ?
DICGC નો હિન્દીમાં અર્થ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન થાય છે. આ કોર્પોરેશનની સ્થાપના ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 1978 માં કરવામાં આવી હતી. આ કોર્પોરેશન બેંકમાં પૈસા જમા કરાવનારાઓને વીમા કવચ પૂરું પાડે છે. જ્યારે પણ કોઈ બેંક નાદાર થાય છે અથવા બંધ થાય છે, ત્યારે લોકોને આ હેઠળ પૈસા મળે છે. ખરેખર તો એ પૈસા ફક્ત વીમા માટે જ છે. જો કોઈ બેંક બંધ થઈ જાય અથવા નાદાર થઈ જાય તો તેના ગ્રાહકોને તેમના પૈસા સીધા મળતા નથી. આ વીમા કવર દરેક થાપણદાર માટે 5 લાખ રૂપિયા સુધીનું છે. આ મર્યાદા ડિપોઝિટના પ્રકારને ધ્યાનમાં લીધા વિના લાગુ પડે છે.
વધુ વાંચો : આમ આદમી માટે રાહતના સમાચાર! જથ્થાબંધ મોંઘવારીના દરમાં ઘટાડો, 5 મહિનાના નીચલા સ્તરે
તમને કેટલા પૈસા મળે છે?
જો કોઈ બેંક અચાનક નાદાર થઈ જાય તો તે બેંકના ગ્રાહકોને તેમના પૈસા ફક્ત DICGC હેઠળ જ મળે છે. DICGC મુજબ બેંક બંધ થવાના કિસ્સામાં ગ્રાહકોને મહત્તમ 5 લાખ રૂપિયા મળે છે. આનો અર્થ એ થયો કે જો કોઈ વ્યક્તિ બેંકમાં 5 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવે છે તો પણ તેને ફક્ત 5 લાખ રૂપિયા જ મળશે. આ સિવાય જો કોઈ 5 લાખ રૂપિયાથી ઓછી રકમ જમા કરાવે છે તો તેને ફક્ત એટલા જ પૈસા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.