બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Bangui boat tragedy: Ferry carrying over 300 people to funeral capsizes in Central Africa, 58 killed
Hiralal
Last Updated: 10:35 PM, 21 April 2024
અંતિમવિધિમાં જનાર લોકોની જ અંતિમવિધિ બની રહે તો કેવી કરુણતા છવાઈ જાય. સેન્ટ્રલ આફ્રિકાના બગુંઈમાં બોટ દુર્ઘટનામાં 58થી વધુ લોકોના ડૂબતાં મોત થયાં હતા. 300 લોકોથી ભરેલી એક મોટી બોટ નદી વચ્ચે પલટી જતાં બેસનારા પાણીમાં ડૂબવા લાગ્યાં હતા, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 58થી વધુ લોકો ડૂબી ગયાં હતા જેમની લાશ તંત્ર દ્વારા મેળવી લેવામાં આવી હતી.
ADVERTISEMENT
Central African Republic disaster: At least 58 people were killed when a tilted boat carrying more than 300 people sank in a river about 45 km from the capital Bangui pic.twitter.com/EmucHBp7Br
— S p r i n t e r F a c t o r y (@Sprinterfactory) April 21, 2024
ADVERTISEMENT
બોટમાં બેસીને જતાં હતા અંતિમવિધિમાં
રાજધાની બંગીથી લગભગ 45 કિલોમીટર દૂર એક નદીમાં 300થી વધુ લોકોને લઈ જઈ રહેલી એક ઓવરલોડેડ બોટ પલટી ગઈ હતી. લાકડાની બોટ શુક્રવારે અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે લોકોને એપોકો નદી પાર લઈ જઈ રહી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હોડીમાં ભીડ વધારે હતી, જેના કારણે તે અચાનક પલટી ગઈ હતી. સ્થાનિક નાવિકો અને માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને કટોકટી સેવાઓ આવે તે પહેલાં ઘણા લોકોને બચાવ્યા હતા અને નદીમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. બચાવ અભિયાનમાં સામેલ એક માછીમાર એડ્રિયન મોસ્મોએ જણાવ્યું હતું કે સેના આવી ત્યાં સુધીમાં ઓછામાં ઓછા 20 મૃતદેહો મળી આવ્યા છે. આ એક ભયાનક દિવસ છે. તેમણે કહ્યું. બાંગી યુનિવર્સિટી હોસ્પિટલ સેન્ટરના અધિકારીઓએ જણાવ્યું હતું કે સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ મૃત્યુઆંક વધી રહ્યો છે. મૃત્યુની ચોક્કસ સંખ્યા તાત્કાલિક જાણી શકાઈ નથી.
વધુ વાંચો : સુહાગરાતે પડોશીના ઘરમાં છુપાયો દુલ્હો, સવારમાં પકડાયો તો બોલ્યો કે મને....
પોતાનાથી લાશ લેવા લોકોનો ટોળેટોળા
આ ઘટનાના સમાચાર જાહેર થયાં હડકંપ મચ્યો હતો અને પોતાનું તો કોઈ નથી તે જાણવા નદી તરફ દોડી પડ્યાં હતા. તંત્ર દ્વારા લાશો બહાર પાડીને ઓળખવિધિ કરવામાં આવી હતી જે પછી પરિવારને સોંપવામાં આવી હતી. અંતિમવિધિ અંતિમવિધિ બની રહી કેવી કહેવાય આ કરુણ ઘટના?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.