બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / વિશ્વ / બાંગ્લાદેશ હિંસા: શેખ હસીના ફ્લાઇટ નંબર AJAX1431 થી દિલ્હી આવતા હોવાની શક્યતા, સેનાએ કહ્યું 'વચગાળાની સરકાર બનશે'
Last Updated: 04:50 PM, 5 August 2024
બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યા બાદ PM શેખ હસીનાએ 5 ઓગસ્ટે રાજીનામું આપી દીધું હતું. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે ઢાકામાં પત્રકાર પરિષદમાં કહ્યું કે હવે સેના વચગાળાની સરકાર બનાવશે.બીજી તરફ ઢાકામાં સ્થિતિ કાબૂ બહાર છે. આર્મી ચીફે લોકોને શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે અમે સ્થિતિને નિયંત્રણમાં લાવીશું.
ADVERTISEMENT
#WATCH | Bangladesh nationals return to their country via ICP Fulbari on the India-Bangladesh border in West Bengal's Jalpaiguri
— ANI (@ANI) August 5, 2024
Sheikh Hasina has resigned as the Bangladesh PM and left her residence in Dhaka, amid massive protests in her country. pic.twitter.com/BfQw2qyziB
લગભગ 4 લાખ લોકો રસ્તા પર છે. રાજધાનીમાં વિવિધ સ્થળોએ હિંસા અને તોડફોડ થઈ રહી છે. પીએમ શેખ હસીનાએ પીએમ આવાસ છોડી દીધું છે. સમાચાર એજન્સી એએફપીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે વડાપ્રધાન ઢાકા છોડીને કોઈ સલામત સ્થળે શિફ્ટ થઈ ગયા છે. તેની બહેન રેહાના પણ તેની સાથે છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આંદોલનકર્તાઓએ અવીમી લીગના પ્રમુખ શેખ હસીનાની ઓફિસને આગ લગાવી હતી.
ADVERTISEMENT
Shiekh Hasina resigns as Bangladesh PM, interim government to take charge, says Army Chief
— ANI Digital (@ani_digital) August 5, 2024
Read @ANI Story | https://t.co/pX5n7wF3h6#SheikhHasina #Bangladesh #protest pic.twitter.com/4xHWKCjvNb
કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હસીના લશ્કરી હેલિકોપ્ટર દ્વારા ભારત પહોંચી છે. તેના પશ્ચિમ બંગાળમાં હોવાના સમાચાર છે. જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. હસીનાના દેશ છોડવા પર આર્મી ચીફે કશું કહ્યું નથી.
વધું વાંચોઃ VIDEO : ઢાકાથી ભાગીને ભારત આવ્યાં બાંગ્લાદેશના PM શેખ હસીના, હવે અહીંયા જવા રવાના
બાંગ્લાદેશી અખબાર પ્રોથોમ અલો અનુસાર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘણી જગ્યાએ અથડામણ થઈ છે. જેમાં 6થી વધુ લોકોના મોત થયા છે. દેખાવકારોએ તાંગેલ અને ઢાકાના મુખ્ય હાઇવે પર કબજો જમાવી લીધો છે.
બાંગ્લાદેશમાં કેમ ભડકી હિંસા?
અનામતના મુદ્દે બાંગ્લાદેશમાં હિંસા ભડકી છે. હકીકતમાં સરકારે 1971 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત રાખતી ક્વોટા સિસ્ટમ લાગ પાડ્યાં હિંસા ભડકી ઉઠી હતી. આ અનામત હટાવાની લોકોની માગ છે અને તેના વિરોધમાં તેઓ રસ્તા પર ઉતર્યાં હતા. અત્યાર સુધીમાં હિંસામાં 300થી વધુ લોકો માર્યાં ગયા છે અને 11 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.