બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / કોટા પર ખૂની ખેલ, 133 મોત, PMની પાકિસ્તાન તુલના બાદ સ્થિતિ બગડી, દેખો ત્યાં ઠારનો ઓર્ડર
Last Updated: 01:18 PM, 21 July 2024
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતને લઈને ચાલી રહેલા હોબાળાને કારણે સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનો હિંસક પ્રદર્શન અટકવાનું નામ નથી લઈ રહ્યું અને પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. આ જોઈને સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને શૂટ એટ સાઈટના આદેશ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Over 100 Dead in Bangladesh Student Protests Over Government Job Quotas
— OSINT Aggregator (@AggregateOsint) July 20, 2024
More than 100 people have died during student protests in Bangladesh, as demonstrators demand the abolition of quotas for government jobs. With the country facing a high youth unemployment rate, students are… pic.twitter.com/aWXHNIhDYF
બાંગ્લાદેશ સરકારે પોલીસને કર્ફ્યુનું ઉલ્લંઘન કરનારા લોકોને જોતા જ ગોળી મારવા માટે કડક આદેશ આપ્યા છે. આ હિંસક વિરોધમાં અત્યાર સુધીમાં 133 લોકોના મોત થયા છે. સાથે જ બાંગ્લાદેશના પીએમ શેખ હસીના રાજદ્વારી પ્રવાસે જવાના હતા પરંતુ, ભારે વિરોધને કારણે તેમણે મુલાકાત રદ કરી હતી.
ADVERTISEMENT
BREAKING: Violent protests RAGE ON in Bangladesh.
— Steve Hanke (@steve_hanke) July 18, 2024
A nationwide INTERNET SHUTDOWN has been implemented as protesters DEMAND the end of government job quotas that favor members of PM Hasina's party the Awami League.
pic.twitter.com/MJDievrh2a
આ દરમિયાન પીએમ હસીનાને વિદ્યાર્થીઓના વિરોધ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, 'જો સ્વાતંત્ર્ય સેનાનીઓના પૌત્રોને (ક્વોટા) લાભ નહીં મળે, તો શું રઝાકારોના પૌત્રોને મળશે? ?' આ નિવેદન પછી, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વધુ આક્રમક બન્યા છે.
અગાઉ 18 જુલાઈએ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય બંધનું એલાન કર્યું હતું. જેમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ હિંસામાં 22 લોકોના મોત થયા હતા. તે જ સમયે, 16 અને 17 જુલાઈના રોજ ઘણા લોકો માર્યા ગયા હતા. દેશની રાજધાની ઢાકા અને અન્ય શહેરોમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને હાજર પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
હવે પ્રશ્ન એ થાય કે આ વિરોધ કેમ છે તો વર્તમાન આરક્ષણ પ્રણાલી હેઠળ, બાંગ્લાદેશમાં 56 ટકા સરકારી નોકરીઓ આરક્ષિત છે, જેમાંથી 30 ટકા 1971ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે, 10 ટકા પછાત વહીવટી જિલ્લાઓ માટે, 10 ટકા મહિલાઓ માટે, 5 ટકા વંશીય લઘુમતી જૂથો માટે અને 1 ટકા અપંગ વ્યક્તિઓ માટે આરક્ષિત છે.
અહીંના વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને આપવામાં આવેલી અનામતની વિરુદ્ધ છે. આંકડાઓ અનુસાર, દેશમાં દર વર્ષે 3 હજાર સરકારી નોકરીઓ બહાર પડે છે જેના માટે અરજી કરનારા લોકોની સંખ્યા લગભગ 4 લાખ છે. જેમાં 30 ટકા અનામત તેમને જાય છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.