બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:54 PM, 4 August 2024
બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન ઉગ્ર બનતાં અત્યાર સુધી 91થી વધુ લોકોના મોત થયાં છે. આ મામલે ભારત પણ એક્શનમાં આવ્યું છે અને ત્યાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી બહાર પાડી છે. ઢાકા સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં ઢાકામાં રહેતા ભારતીયોને ચેતીને રહેવાની સલાહ આપવામાં આવી છે. બાંગ્લાદેશમાં ભારતના સહાયક ઉચ્ચાયોગે એક પોસ્ટમાં +88-01313076402 પર સંપર્ક સાધવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
91થી વધુ લોકોના મોત
બાંગ્લાદેશમાં અનામત વિરોધી તોફાનોમાં અત્યાર સુધી 91થી વધુ લોકોના મોત થયાં છે. રાજધાની ઢાકામાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. સત્તાધારી અવામી લીગના સમર્થકો અને વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ વચ્ચે રવિવારે લોહિયાળ અથડામણમાં સિત્તેર લોકો માર્યા ગયા અને સેંકડો અન્ય ઘાયલ થયા. સંખ્યા હજુ વધી શકે છે.
ADVERTISEMENT
વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ
વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા હજારો દેખાવકારોને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડ્યા અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો. સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી હતી, ગયા મહિને વિરોધ શરૂ થયા પછી સરકારે આ પગલું પહેલીવાર લીધું છે.
બાંગ્લાદેશમાં કેમ હિંસા?
બાંગ્લાદેશમાં લોકો અનામત હટાવાની માગ કરી રહ્યાં છે. સરકારે 1971ના બાંગ્લાદેશ યુદ્ધના દિગ્ગજોના પરિવારો માટે નોકરીઓમાં 30 ટકા અનામત રાખવાની જોગવાઈ કરતાં લોકો ભડક્યાં છે અને લોકો તેને નાબૂદ કરવાની માગ કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી / અમેરિકાની ચૂંટણીમાં ભારતના 'નાચો નાચો'ની ધમાલ, કમલા હેરિસનો મજેદાર વીડિયો વાયરલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.