બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:14 PM, 5 August 2024
અનામત વિરોધી આંદોલનને કારણે પીએમ પદેથી રાજીનામું આપીને ભારત આવેલા બાંગ્લાદેશના પીએમ શેખ હસીના માઠા દિવસો શરુ થયાં છે. ભારે હિંસાને પગલે તેમને ભારત આવતાં રહેવું પડ્યું હતું અને ગાદી પણ છોડવી પડી હતી. શેખ હસીનાને આ બીજી વાર ભારતમાં રાજકીય આશ્રય લેવો પડ્યો હતો. આ પહેલા 1975ના હત્યાકાંડને પગલે તેમણે ભારતમાં આશ્રય લીધો હતો.
ADVERTISEMENT
કોણ છે શેખ હસીના
શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર 1947ના રોજ ઢાકામાં થયો હતો. તેમના પિતા બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાન હતા. હસીના તેના પરિવારની સૌથી મોટી દીકરી છે. તેમનું પ્રારંભિક જીવન ઢાકામાં વિત્યું હતું. તેઓ વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં પ્રવેશ્યા હતા. શેખ હસીના ઢાકા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી રાજકારણમાં પણ સક્રિય હતા. લોકો તરફથી પ્રશંસા મળ્યા બાદ હસીનાએ તેના પિતાની અવામી લીગની વિદ્યાર્થી પાંખ સંભાળી લીધી. પાર્ટી સંભાળ્યા પછી, શેખ હસીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ જ્યારે તેના માતાપિતા અને ત્રણ ભાઈઓની હત્યા કરવામાં આવી. આ ઘટના વર્ષ 1975ની છે. આ દરમિયાન સેનાએ બળવો કરીને હસીનાના પરિવાર સામે મોરચો ખોલી દીધો હતો. આ લડાઈમાં હસીનાના પિતા, માતા અને 3 ભાઈઓ માર્યા ગયા હતા. પરંતુ હસીના, તેના પતિ વાજિદ મિયાં અને નાની બહેનનો જીવ બચી ગયો.
ADVERTISEMENT
પરિવારની હત્યા બાદ ભારતમાં આશરો
પોતાના પરિવારની હત્યા બાદ શેખ હસીના થોડા સમય માટે જર્મની ગયા હતા. શેખ હસીનાના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે સારા સંબંધો હતા. જર્મની પછી ઈન્દિરા ગાંધીએ શેખ હસીનાને ભારત આવવા આમંત્રણ આપ્યું અને પછી તેઓ થોડાં વર્ષો દિલ્હીમાં રહ્યાં. આ પછી શેખ હસીના 1981માં પોતાના વતન બાંગ્લાદેશ પરત ફર્યા. બાંગ્લાદેશ ગયા બાદ શેખ હસીના પોતાની પાર્ટીમાં પરત ફરી અને ચાર્જ સંભાળી લીધો. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે પાર્ટીમાં ઘણા ફેરફારો કર્યા.
પરિવારમાં કોણ કોણ
1968માં શેખ હસીનાએ ભૌતિકશાસ્ત્રી વાજેદ મિયાં સાથે લગ્ન કર્યા હતા. જેમનાથી તેમને એક પુત્ર સજીબ વાજેદ અને પુત્રી સાયમા વાજેદ છે.
સતત ચાર વાર PM
શેખ હસીનાએ જુન 1996 થી 2001 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. 2009માં તેમણે વડા પ્રધાન તરીકે તેમના બીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા. 2014માં તેઓ ત્રીજી મુદત માટે ફરીથી ચૂંટાયા હતા અને 2028માં ચોથી વાર પીએમ બન્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.