બાંગ્લાદેશમાં ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેને જોતા સરકારે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું છે.
કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો કહેર
બાંગ્લાદેશમાં ડેલ્ટા વેરિઅન્ટનો કહેર
સરકારે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું
બાંગ્લાદેશમાં શુક્રવારે કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે 28 જૂનથી નવી સૂચના સુધી દેશવ્યાપી કડક લોકડાઉન (Lockdown) ની જાહેરાત કરી છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 108 મોત થયા છે. એક દિવસમાં મૃતકોની સૌથી મોટી સંખ્યા છે. બાંગ્લાદેશમાં કોરોનાના કારણે ડેલ્ટા વેરિઅન્ટ (Delta Variant)નો હાથ છે.
#Bangladesh govt announces strict lockdown will be imposed in the country from 28th June. All govt and private offices will remain closed during the lockdown.
— All India Radio News (@airnewsalerts) June 26, 2021
રાજધાનીમાં ફેલાયો ડેલ્ટા વેરિઅન્ટ
સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે કોરોના વાયરસનો ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટ રાજધાની ઢાકામાં ફેલાયો છે. દેશની રાજધાનીમાં સ્વાસ્થ્ય સુવિધાઓ પર દબાણ વધ્યું છે.એક આદેશમાં કહેવાયું છે કે દરેક સરકારી અને પ્રાઈવેટ કાર્યાલય બંધ રહેશે. વિના અતિઆવશ્યક કારણોથી કોઈ પણ ઘરેથી બહાર જઈ શકશે નહીં. તેમાં એમ પણ કહેવાયું છે કે લોકડાઉનના સમયે ફક્ત આપાત વાહનોના સંચાલનની અનુમતિ હશે.
આ વખતે લોકડાઉન હશે વધારે કડક
પ્રશાસન મંત્રાલયે કહ્યું છે કે કોરોના પર રાષ્ટ્રિય ટેકનીક સલાહકાર સમિતિની સલાહના આધારે 2 અઠવાડિયા સુધી રાષ્ટ્રવ્યાપી બંધને લાગૂ કરવા સંબંધી સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આ નિવેદન બાદ સ્વાસ્થ્ય અધિકારીની રિપોર્ટ સામે આવ્યો છે. લોક પ્રશાસનના રાજ્ય મંત્રી ફરહાદ હુસૈને સંવાદદાતાને કહ્યું હતું અમે કોઈ પણ સમયે લોકડાઉન માટે તૈયાર છીએ. આ ગયા વર્ષની સરખામણીએ કડક હશે.
ફોટો- પ્રતિકાત્મક
લોકડાઉન વિના સ્થિતિને કાબૂ કરવાનું મુશ્કેલ
NTACએ કહ્યું કે કડક દેશવ્યાપી લોકડાઉનની માંગણી કરી હતી. તેઓએ કહ્યું કે તેમના વિશેષજ્ઞ આશ્વસ્ત હતા કે દેશવ્યાપી લોકડાઉનના વિના બગડતી સ્થિતિને નિયંત્રિત ન કરી શકાય, સ્વાસ્થ્ય અધિકારીનું કહેવું છે કે કોરોનાના વાયરસનું ડેલ્ટા વેરિઅન્ટ ઢાકામાં ફેલાયું છે. સ્વાસ્થ્ય સુવિધાઓ પર દબાણ વધી રહ્યું છે. ભારતની સીમાથી અલગ ઉત્તરી અને દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં પણ ડેલ્ટા વેરિઅન્ટ સામે આવી રહ્યું છે.
દેશમાં સંક્રમિતોની સંખ્યા 8 લાખથી વધારે
અધિકારીઓએ ગયા અઠવાડિયે સીમાવર્તી વિસ્તારોમાં વધતા સંક્રમણના કેસમાં સામુદાયિક સંક્રમણને રોકવા માટે રાજધાનીના દેશના અનેક ભાગને અલગ કરવાના પ્રયાસમાં ઢાકાની આસપાસના 7 કેન્દ્રીય જિલ્લામાં લોકડાઉન લગાવવાનો આદેશ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોનાથી મોતની સંખ્યા 13,976 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 5,869 નવા કેસ સામે આવ્યા બાદ કેસની કુલ સંખ્યા વધીને 8,78,804 થઈ છે. દેશમાં આ વર્ષે 19 એપ્રિલે આ મહામારીથી સૌથી વધારે 112 લોકોના મોત થયા છે.