બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:40 PM, 5 August 2024
બાંગ્લાદેશમાં હિંસાની હોળી વચ્ચે પીએમ શેખ હસીનાના રાજીનામા બાદ સેનાએ સત્તા સંભાળી લીધી છે. આર્મી ચીફ વકેર ઉઝ ઝમાને દેશને સંબોધિત કરતાં આ જાહેરાત કરી હતી. બાંગ્લાદેશમાં હવે સરકાર વચગાળાની રચના કરશે. આર્મી ચીફે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે પ્રદર્શનકારીઓને હિંસાથી દૂર રહેવાની અને મંત્રણાની પણ અપીલ કરી છે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડીને ભાગ્યાં
બાંગ્લાદેશમાં અનામત વિરોધી તોફાનો ઉગ્ર બનતાં પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડીને ભાગ્યાં છે. તેમણે ફિનલેન્ડમાં શરણ લીધું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. શેખ હસીનાએ ઢાકા સ્થિતિ પેલેસ છોડ્યાં બાદ હજારો પ્રદર્શનકારીઓએ પેલેસમાં ઘુસ્યાં હતા અને ત્યાં મોટા પ્રમાણમાં ઉત્પાત મચાવ્યો હતો.
ADVERTISEMENT
શેખ હસીનાએ રાજીનામું આપ્યું
ખબર છે કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ પીએમ પદેથી રાજીનામું આપ્યું છે અને સેનાના ખાસ વિમાનમાં ફિનલેન્ડ તરફ રવાના થયાં છે.
બાંગ્લાદેશમાં કેમ ભડકી હિંસા?
અનામતના મુદ્દે બાંગ્લાદેશમાં હિંસા ભડકી છે. હકીકતમાં સરકારે 1971 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત રાખતી ક્વોટા સિસ્ટમ લાગ પાડ્યાં હિંસા ભડકી ઉઠી હતી. આ અનામત હટાવાની લોકોની માગ છે અને તેના વિરોધમાં તેઓ રસ્તા પર ઉતર્યાં હતા. અત્યાર સુધીમાં હિંસામાં 300થી વધુ લોકો માર્યાં ગયા છે અને 11 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.