બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / LIVE બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ શેખ હસીનાનું વિમાન હિંડન એરબેઝ પર ઉતર્યું, ભારતથી લંડન જવાની શક્યતા
Last Updated: 07:47 PM, 5 August 2024
બાંગ્લાદેશમાં હિંસાના કારણે સ્થિતિ ખૂબ ખરાબ થઈ. લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને દરેક જગ્યાએ હિંસા ફેલાવી રહ્યા છે. સરકારી મિલકતોને આગચંપી કરી રહ્યા છે. આ તમામ વચ્ચે બાંગ્લાદેશના પ્રધાનમંત્રીને લઈ મોટા સમાચાર સામે આવ્યા. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. જે બાદ તે દેશ છોડીને ફરાર થયા છે. આ સમગ્ર બાબલે પળે પળની અપડેટ્સ અમે તમને આપી રહ્યાં છીએ
બાંગ્લાદેશમાં તખ્તાપલટ!
Bangladesh Protests LIVE news and updates
એર ઈન્ડિયાએ ઢાકામાં હવાઈ સેવા સ્થગિત કરી
August 05, 2024 18:47
બાંગ્લાદેશને જોડતી રેલ સેવા બંધ કર્યા બાદ હવે ઢાકાની હવાઈ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. એર ઈન્ડિયાએ ઢાકામાં ફ્લાઈટ સેવાઓને સ્થગિત કરી દીધી છે. આ રીતે બાંગ્લાદેશ ભારતથી હવાઈ માર્ગે કપાઈ ગયું છે.
ગાઝિયાબાદના હિંડન એર બેઝ પર ઉતર્યું શેખ હસીનાનું વિમાન: સૂત્રો
August 05, 2024 18:00
સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીનાનું વિમાન હિંડન એર બેઝ પર લેન્ડ થયું. પ્લેન સાંજે 5:36 કલાકે હિંડન એરબેઝ પર લેન્ડ થયું હતું. વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓએ શેખ હસીનાનું સ્વાગત કર્યું હતુ. શેખ હસીનાને લઈ જઈ રહેલા C 130J એરક્રાફ્ટને હિંડનમાં ઉતરવાની પ્રાથમિકતા આપવામાં આવી હતી. સૂત્રો પાપ્ત એવી પણ વિગતો છે કે, ગમેત્યારે લંડન જઈ શકે છે
ભારત - બાંગ્લાદેશ વચ્ચેની રેલ સેવાઓ સ્થગિત
August 05, 2024 17:35
ભારતીય રેલ્વેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં તાજેતરની હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતે બાંગ્લાદેશ સાથેની તમામ રેલ સેવાઓ સ્થગિત કરી દીધી છે. બાંગ્લાદેશ જતી કોલકાતા-ઢાકા-કોલકાતા મૈત્રી એક્સપ્રેસ ટ્રેન સહિત તમામ ટ્રેન સેવાઓ 19 જુલાઈથી 6 ઓગસ્ટ સુધી રદ કરવામાં આવી હતી.
ભારતમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની સુરક્ષા વધારાઈ
August 05, 2024 17:21
રાજધાની દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનના 20થી વધુ કર્મચારીઓને બાંગ્લાદેશ હાઈ કમિશનના ગેટ પર તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે બેરીકેટ્સ લગાવી દીધા છે.
શેખ હસીના Mi17 હેલિકોપ્ટરથી ભારત આવ્યા હતા
August 05, 2024 16:45
શેખ હસીનાને બાંગ્લાદેશી Mi17 હેલિકોપ્ટરથી ભારતીય સરહદેમાં લાવવામાં આવ્યા હતા. જે ટૂંક સમયમાં દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. સુત્રો જણાવી રહ્યા છે કે તે લાંબા સમય સુધી ભારતમાં નહીં રહે તેઓ લંડન જશે તેવી શક્યતાઓ છે.
શું વિવાદ છે બાંગ્લાદેશમાં
August 05, 2024 16:20
બાંગ્લાદેશમાં આ સમગ્ર વિવાદ 1971ની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેનારાઓના પરિવારો માટે સરકારી નોકરીઓમાં અનામત અને પ્રવેશ સામે વિરોધ સાથે શરૂ થયો હતો. આ હિંસામાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે. શેખ હસીના સરકારે આંદોલનને કચડી નાખવા માટે સેના તૈનાત કરી હતી, જેનાથી વિવાદ વધુ વકર્યો હતો. હસીનાને ભારત તરફી માનવામાં આવે છે.
શેખ હસીના દિલ્હી આવી શકે છે: સૂત્રો
August 05, 2024 15:56
સૂત્રો પાપ્ત વિગતો મુજબ શેખ હસીનાએ બાંગ્લાદેશ દેશ છોડી દીધો છે. હિંસક વિરોધ વચ્ચે તેમણે રાજીનામું આપ્યું છે. સૂત્રોનું કહેવું છે કે તે દિલ્હી આવી શકે છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ શેખ હસીના ભારત જવા રવાના થઈ ગયા છે.
સેનાએ પત્રકાર પરિષદ યોજી
August 05, 2024 15:56
આ સમગ્ર ઘટના અંગે સેનાએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. સેનાએ કહ્યું કે હિંસાથી દેશને નુકસાન થયું છે. જો કે, સેના દેશની સ્થિતિને સંપૂર્ણ રીતે સંભાળશે. સેનાએ વચગાળાની સરકારની રચના સાથે દેશમાં શાંતિ સ્થાપવાની પણ વાત કરી હતી. આંદોલનકારીઓને કાયદો પોતાના હાથમાં ન લેવાની અપીલ પણ કરવામાં આવી હતી.
સેના અને પોલીસે ફાયરિંગ ન કરે: બાંગ્લાદેશ આર્મી ચીફ
August 05, 2024 15:56
બાંગ્લાદેશના આર્મી ચીફ વકર-ઉઝ-ઝમાને કહ્યું કે, સેના અને પોલીસ બંનેને ગોળીબાર ન કરવા કહ્યું છે.
Shiekh Hasina resigns as Bangladesh PM, interim government to take charge, says Army Chief
— ANI Digital (@ani_digital) August 5, 2024
Read @ANI Story | https://t.co/pX5n7wF3h6#SheikhHasina #Bangladesh #protest pic.twitter.com/4xHWKCjvNb
Bangladesh Army Chief says, "Representatives of main political parties were present in discussion with Army. Request students to stay calm and go back home."- reports Reuters
— ANI (@ANI) August 5, 2024
(Photo source: Reuters) pic.twitter.com/ocVLGgH8gY
લાઇવ ટીવી
સૌથી વધુ વંચાયેલું
અન્ય લાઇવ અપડેટ
પુરીમાં જગન્નાથ રથયાત્રા / પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભકતોનું ઘોડાપુર ઉભરાયું
Rath Yatra LIVE / નીજ મંદિર પહોંચ્યાં રથ, શાંતિપૂર્ણ રીતે રથયાત્ર સંપન્ન