બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટ જગતની અજીબ ઘટના, ફિલ્ડરે કેચ ગુમાવ્યો, છતાં પણ થર્ડ એમ્પાયરે આપ્યો આઉટ
Last Updated: 01:34 PM, 10 January 2025
હાલમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) રમાઈ રહી છે ત્યારે ગુરુવારે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રંગપુર રાઇડર્સ અને ફોર્ચ્યુન બારીશાલ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન મોટો વિવાદ થયો હતો. થર્ડ અમ્પાયરે રંગપુર રાઇડર્સના બેટ્સમેન મેહદી હસનને ફિલ્ડમાં અવરોધ ઉભો કરીને આઉટ આપ્યો. આ ઘટનાએ ક્રિકેટ જગતમાં એક નવી ચર્ચા જગાવી છે, જેની ચર્ચા ખૂબ જ જોરશોરથી થઈ રહી છે.
ADVERTISEMENT
We don’t see that too often! 👀
— FanCode (@FanCode) January 9, 2025
ICYMI: Mahedi Hasan was given out after his partner Nurul Hasan was found guilty of obstructing the field! 🫣#BPLOnFanCode pic.twitter.com/5DJuZr0Dwg
ખરેખર, બન્યું એવું કે રંગપુર રાઇડર્સની ઇનિંગની 19મી ઓવરમાં, ફોર્ચ્યુન બરીશાલનો ઝડપી બોલર જહાંદાદ ખાન બોલિંગ કરવા આવ્યો. ખુશદિલ શાહ (48) એ જહાંદાદ ખાનની ઓવરના પહેલા બે બોલમાં બે છગ્ગા ફટકાર્યા. ઓવરના ત્રીજા બોલ પર, જહાંદાદ ખાને ખુશદિલ શાહને મહમુદુલ્લાહના હાથે કેચ આઉટ કરાવ્યો. આ પછી બેટ્સમેન મેહદી હસન બેટિંગ માટે સ્ટ્રાઈક પર આવ્યો. જહાંદાદ ખાનના ચોથા બોલ પર મેહદી હસને ક્રોસ બેટેડ સ્લેપ શોટ રમવાનો પ્રયાસ કર્યો. જોકે, બોલ મેહદી હસનના બેટને અથડાઈને મિડ-પિચ તરફ ગયો.
ADVERTISEMENT
ફિલ્ડરે કેચ છોડી દીધો
જહાંદાદ ખાન મેહદી હસનનો કેચ લેવા દોડ્યો કે તરત જ બંને બેટ્સમેન એક રન માટે દોડ્યા. જહાંદાદ ખાનને જોતાં કેપ્ટન અને નોન-સ્ટ્રાઈકર બેટ્સમેન નુરુલ હસન દિશા બદલીને સીધી રેખામાં દોડવાને બદલે પીચ તરફ દોડ્યો. આ દરમિયાન નૂરુલ હસન અને જહાંદાદ ખાન અથડાયા અને ટક્કર વાગતા જ જહાંદાદ ખાનના હાથમાંથી કેચ છૂટી ગયો. આ પછી, જહાંદાદ ખાન અને ફોર્ચ્યુન બારીશાલના ખેલાડીઓએ મેદાનમાં અવરોધ ઊભો કરવા માટે અપીલ કરી.
વધુ વાંચો: જાણી જોઈને વિરાટે યુવરાજનું કરિયર ખતમ કર્યું? પૂર્વ ક્રિકેટરના દાવાથી સનસનાટી, ફિટનેસનો આપ્યો દાખલો
અમ્પાયરે તેને આઉટ આપ્યો.
આ પછી નિર્ણય થર્ડ એમ્પાયર પર છોડવામાં આવ્યો. થર્ડ અમ્પાયર તનવીર અહેમદે મેદાનમાં અવરોધ ઉભો કરીને મહેદી હસનને આઉટ આપ્યો. આ નિર્ણયથી બધાને આગહત લાગ્યો કારણ કે જહાંદાદ ખાનને નોન-સ્ટ્રાઈકર બેટ્સમેન નુરુલ હસનનો બોલ વાગ્યો હતો, જ્યારે મેહદી હસનને સજા ભોગવવી પડી હતી. થર્ડ અમ્પાયરનો આ નિર્ણય ક્રિકેટના નિયમ 37.3.1 હેઠળ આપવામાં આવ્યો હતો. આ નિયમ મુજબ, જો બોલ નો બોલ ન હોય અને નોન-સ્ટ્રાઈકર બેટ્સમેન પોતાના સ્ટ્રાઈકરને કેચ આઉટ થવાથી બચાવવાના ઈરાદાથી જાણી જોઈને વિરોધી ટીમના ફિલ્ડિંગમાં અવરોધ ઉભો કરે, તો તે કિસ્સામાં સ્ટ્રાઈકરને આઉટ ગણવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચેમ્પિયન ટ્રોફિ 2025 / ભારત-બાંગ્લાદેશની મેચ પર વાદળો ઘેરાયા, શું વરસાદ બનશે વિલન, ભવિષ્યવાણીથી ચાહકો ચિંતામાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.