બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા હુમલા વચ્ચે અમેરિકાનો આ સર્વે કેમ ચર્ચામાં, જાણો કારણ
Last Updated: 08:00 AM, 30 November 2024
બાંગ્લાદેશમાં શુક્રવારની નમાજ પછી હિંદુઓ અને મંદિરો પરના હુમલાઓ વચ્ચે, ઢાકામાં મીડિયા આઉટલેટ્સે દેશમાં અલ્પસંખ્યકો પર 'વૉઇસ ઓફ અમેરિકા'ના એક સર્વેને શેર કરીને ખુશી વ્યક્ત કરી. આ સર્વે એવો દાવો કરે છે કે બાંગ્લાદેશમાં લઘુમતી જૂથો મોહમ્મદ યુનુસની 'વચગાળાની સરકાર હેઠળ વધુ સુરક્ષિત અનુભવી રહ્યા છે'. જો કે, જમીની વાસ્તવિકતા કંઈક જુદી જ છે જે આ સર્વેના નમૂનાથી સામે આવી રહી છે. અલ્પસંખ્યકોના અધિકારો માટે લડતા એક હિંદુ પુજારીની ધરપકડ અને ઇસ્કોન પર પ્રતિબંધ લગાવવાના પ્રયાસ વચ્ચે, બાંગ્લાદેશી મીડિયા દ્વારા વૉઇસ ઓફ અમેરિકાના એક સર્વેનો વ્યાપકપણે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
શું દાવો કરે છે સર્વે?
આ સર્વે ઓક્ટોબરના અંતમાં કરવામાં આવ્યો હતો, જે મુજબ 64.1% લોકોનું માનવું છે કે અગાઉની શેખ હસીના શાસનની સરખામણીમાં વચગાળાની સરકાર લઘુમતીઓને વધુ સુરક્ષા આપી રહી છે. ધ ડેઇલી સ્ટાર, ઢાકા ટ્રિબ્યુન, બાંગ્લા ન્યૂઝ 24 અને ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ સહિત મોટાભાગના બાંગ્લાદેશી મીડિયા હાઉસે આ લાઇન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સર્વેમાં સામેલ લોકોમાંથી 15.3%એ માન્યું કે પરિસ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે, જ્યારે 17.9% લોકોનું માનવું છે કે તેમાં કોઈ ફેરફાર થયો નથી. સર્વેમાં 1,000 લોકો સામેલ હતા, જેમાંથી 92.7% લોકોએ પોતાને મુસ્લિમ ગણાવ્યા. આનો અર્થ એ થયો કે આ સર્વે મોરી સંખ્યામાં બાંગ્લાદેશી મુસ્લિમ રિસ્પોન્ડેન્ટની ધારણાને પ્રતિબિંબિત કરે છે.
ADVERTISEMENT
લઘુમતી સુરક્ષા અંગે અલગ-અલગ ધારણાઓ
સર્વે દર્શાવે છે કે મુસ્લિમો અને બિન-મુસ્લિમો વચ્ચે લઘુમતી સુરક્ષાની ધારણા અલગ-અલગ છે. માત્ર 13.9% મુસ્લિમ રિસ્પોન્ડેન્ટનું માનવું હતું કે યુનુસ સરકાર હેઠળ લઘુમતીઓની સુરક્ષાની સ્થિતિ બગડી છે. જ્યારે 33.9% બિન-મુસ્લિમોનું માનવું હતું કે પરિસ્થિતિ પહેલાથી ખરાબ થઈ ગઈ છે.
ડરના ઓછાયામાં હેઠળ જીવી રહ્યા છે બાંગ્લાદેશી અલ્પસંખ્યક
એક અહેવાલમાં ઢાકા સ્થિત પ્રોગ્રામ કોઓર્ડિનેટર હિરેન પંડિતને ટાંકીને જણાવવામાં આવ્યું, 'અમારા ગામમાં ઘરો સળગાવી દેવામાં આવ્યા અને અમે હજુ પણ અસુરક્ષા સાથે જીવી રહ્યા છીએ.' માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ નહીં પરંતુ રાજધાની ઢાકામાં પણ અલ્પસંખ્યકોની અસુરક્ષા વધી ગઈ છે. એનજીઓ કાર્યકર જયતિ સરકારે એક મીડિયા આઉટલેટને કહ્યું, 'પહેલાં, હું પોતાની દીકરી સાથે રાતે 11 વાગ્યે પણ ઘરે આવવામાં અચકાતી ન હતી. પરંતુ હવે રાત્રે 8 વાગ્યે પણ હું અસુરક્ષિત અનુભવું છું.'
આ પણ વાંચો: નાઈઝીરિયાની નદીમાં હોડી પલટી મારતા 27 લોકોના દર્દનાક મોત, અનેક લાપતા
'હિંસાનો શિકાર બન્યા અલ્પસંખ્યક સમુદાય'
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ બાંગ્લાદેશ (TIB) ના તાજેતરના અહેવાલમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારના કામો અને ખોટા પગલાઓનું વિશ્લેષણ કરતા કહેવામાં આવ્યું છે કે 'ધાર્મિક અને જાતીય અલ્પસંખ્યક અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો સૈન્ય સમર્થિત મુહમ્મદ યુનુસની આગેવાનીવાળી સરકારના પહેલા 100 દિવસો દરમિયાન 'હિંસાનો શિકાર' બન્યા છે. ઓક્ટોબરના અંતમાં જયારે VOA સર્વે થયો હતો તો એ પહેલા 20 ઓગસ્ટના રોજ પ્રકાશિત થયેલ અન્ય VOA અહેવાલનું હેડિંગ હતું, 'બાંગ્લાદેશમાં, રાજકીય અશાંતિ દરમિયાન ધાર્મિક અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવ્યા.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.