બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:47 PM, 13 December 2024
આ સિરીઝ અન્ય સિરીઝ કરતાં તદ્દન અલગ છે. આ સિરીઝમાં કંઈક અલગ બતાવવાનો પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસ ખરેખરમાં સફળ રહ્યો છે. જાણો શું છે, આ 'બંદિશ બેન્ડિટ્સ સિઝન 2' સ્ટોરી.
ADVERTISEMENT
સ્ટોરી પ્લોટ:
સંગીત પરિવારના પ્રમુખ પંડિત રાધે મોહન રાઠોડનું અવસાન થયું હોય છે અને તેમના સંગીતને જીવંત રાખવાની જવાબદારી તેમના પૌત્ર રાધે પર હોય છે, પરંતુ પંડિતજી વિશે ઘણું બધુ ઊંધું-સીધું એક પુસ્તકમાં છપાઈ જાય છે. હવે આ પુસ્તક કોને પ્રકાશિત કર્યું, આના પછી પરિવારની પ્રતિષ્ઠાનું શું અને ખરેખરમાં રાધે પોતાના દાદાનું નામ રોશન કરશે અને તેમના સંગીતને જીવંત રાખશે? નવી મ્યુઝિક સેન્સેશન તમન્ના સાથે જોડી બનાવીને રાધે શું કરશે? આવા ઘણા બધા સવાલ આ સ્ટોરીમાં છૂપાયેલા છે. આ સવાલોના જવાબ જોવા માટે આજે જ એમેઝોન પ્રાઇમ વિડિયો પર આ સિરિઝ જોવો.
વધુ વાંચો 'પુષ્પા કા અસૂલ કરના વસૂલ' 8 દિવસમાં અલ્લૂની ફિલ્મે છાપ્યા આટલા કરોડ, કલેક્શનમાં પણ ઝૂકેગા નહીં સાલા
ADVERTISEMENT
ઍક્ટિંગ
ઋત્વિક ભૌમિકે પોતાનો કિરદાર અદભૂત નિભાવ્યો છે. તેના ઍક્ટિંગની પ્રશંસા ખૂબ જ થઈ રહી છે. શ્રેયા ચૌધરીએ પોતાની ભૂમિકાને પૂરતો ન્યાય આપ્યો છે. શ્રેયાની સ્ક્રીન પ્રેઝન્સ એકદમ ટોપ લેવલની છે. રાજેશ તૈલંગે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, તેઓનો ઍક્ટિંગ ક્ષેત્રમાં અનુભવ ખૂબ જ બહોળો છે. અતુલ કુલકર્ણી અને શીબા ચડ્ઢાએ પોતાના અભિનયથી દર્શકોને ખુશ કરી દીધા છે અને તેમના પાત્રોને દર્શકોએ ખૂબ જ વખાણ્યા છે. અન્ય કલાકારોએ પણ ઉત્કૃષ્ટ લેવલનો અભિનય કર્યો છે અને પોતાના પાત્રોને ન્યાય આપ્યો છે.
મ્યુઝિક
પહેલી સિઝનનું મ્યુઝિક શંકર અહેસાન લોય દ્વારા આપવામાં આવ્યું હતું, જ્યારે સિઝન 2નું મ્યુઝિક અલગ-અલગ સંગીતકારો થકી આપવામાં આવ્યું છે. મ્યુઝિક આ સિરીઝના ફ્લોને અદભૂત બનાવે છે. દરેક સીન પર મ્યુઝિક તમને પકડી રાખશે અને એક ઓડિયન્સ તરીકે તમે આ સિરીઝના મ્યુઝિકમાં મંત્રમુગ્ધ થઈ જશો.
ડિરેક્શન
આનંદ તિવારીનું ડિરેક્શન ઘણું સારું છે. ડિરેક્શનમાં સ્ટોરી અને મ્યુઝિકને એકસાથે કનેક્ટ કર્યું છે, જે ખૂબ જ ઓછા ડાયરેક્ટર કરી શકતા હોય છે. સ્ટોરી પર પકડ એટલી મજબૂત રાખી છે કે, ઓડિયન્સ અંત સુધીમાં સ્ટોરી સાથે કનેક્ટ રહી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT