બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / વાવ બેઠક પર રાજકીય પક્ષોના દાવા વચ્ચે ભુવાજીના વીડિયોએ જગાવી ચર્ચા, કર્યો માવજી પટેલની જીતનો દાવો
Last Updated: 02:17 PM, 14 November 2024
Mavji Patel Video : બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ તરફ હવે ચૂંટણીનું પરિણામ આગામી 23 તારીખે આવનાર છે. જોકે આ બધાની વચ્ચે રાજસ્થાનના એક ભૂવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં રાજસ્થાનના ભૂવાએ વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની જીતની આગાહી કરી છે. આ સાથે ન માત્ર જીતની આગાહી પણ મોટા માર્જિન સાથે જીતનો દાવો કર્યો છે.
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની 07-વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયું હતું. આ દરમિયાન તમામ 10 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. આ સાથે હવે આ ચૂંટણીનું પરિણામ આગામી 23મીએ આવવાનું છે.
ADVERTISEMENT
આ તરફ વાવ બેઠક પર રાજકીય પક્ષોના જીતના દાવા વચ્ચે ભૂવાના વીડિયોએ ચર્ચા જગાવી છે. વાસ્તવમાં રાજસ્થાનના ખારાના ભૂવાએ અપક્ષ ઉમેદવાર માવજી પટેલની જીતનો દાવો કર્યો છે. આ ભૂવાએ 30 હજારથી વધુ મતે માવજી પટેલની જીતની આગાહી કરી છે. આ તરફ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં રાજકારણ તેજ બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.