બનાસકાંઠામાં ફરી એકવાર ઘાસની ગાડીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. ડીસાની ટેટોડા ગૌ શાળામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ઘાસની ગાંસડીઓ બળીને ખાખ થઈ હતી. તો રોડ પર ટ્રકમાં આગ લાગતા ઘાસની ગાંસડીઓ સાથે ટ્રક પણ બળીને ખાખ થયો હતો. જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લામાં ઘાસની ગાડીમાં આગ લાગવાની આ પાંચમી ઘટના છે. એક તરફ પાણીની અછતના કારણે પશુઓને પુરતો ઘાસચારો નથી મળી રહ્યો.બીજી તરફ આ રીતે બહારથી આવતા ઘાસના જથ્થામાં આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે.
આપને જણાવી દઇએ કે સાત દિવસ અગાઉ બનાસકાંઠાની ટેટોડા ગૌશાળા આગળ જ ઘાસ ભરેલી ટ્રક વીજ વાયર ને અડી જતાં ટ્રકમાં આગ ભભૂકી હતી અને ઘાસ સહિત ટ્રક બળીને ખાખ થઇ હતી તે બાદ આજે પણ એજ જગ્યા ઉપર ઘાસ ભરેલી ટ્રક વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી હતી અને ઘાસ સહિત ટ્રક બળી ને ખાખ થઇ હતી.
જો કે આ ઘટનાની જાણ સ્થાનિક ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક અસરથી જવાનો ફાયરફાયટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કલાકો બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ ઉપર કાબુ મેળવાય તે પહેલાજ ટ્રક અને ઘાસ બાળીને ખાખ થઇ ગયું હતું.