બનાસકાંઠાઃ થરાદમાં ભર ચોમાસે પાણી માટે વલખા.....

By : kaushal 04:37 PM, 09 July 2018 | Updated : 04:37 PM, 09 July 2018
એક તરફ વલસાડમાં જળબંબાકાર છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં પાણી ન આવતા સ્થાનિકોની સ્થીતી કફોળી બની છે. ભર ચોમાસે પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે એમ કહીએ તો નવાઈ નહીં. 

બનાસકાંઠાના થરાદમાં પાણી ન આવતા સ્થાનિકો પરેશાન થયા છે. થરાદમાં નર્મદા નહેરમાંથી પાણી બંધ થતા સ્થાનિકોને પીવાના પાણી માટે મુશ્કેલી પડી રહી છે. પીવાનુ પાણી ન મળતા સ્થાનિકોએ ટેન્કર દ્વારા પાણી મંગાવવુ પડી રહ્યુ છે. એક તરફ વલસાડમાં જ્યારે તરબરોળ થયુ છે ત્યારે બીજી બાજુ થરાદમાં પીવાના પાણી માટે લોકોની સ્થીતી કફોળી બની છે.

સ્થાનિકો એક તરફ પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે, તંત્ર દ્વારા પણ અત્યાર સુધીમાં પીવાના પાણી માટે કોઈ પણ પ્રકારની કામગારી હાથ ધરવામાં આવી નથી. આમ ભર ચોમાસે લોકોને પીવાના પાણી માટે કેટલીક જગ્યાએ પ્રાઈવેટ ટેન્કરો દ્વારા પાણી મંગાવવું પડી રહ્યુ છે. એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે હવે ગરમીથી ત્રાહીમામ સ્થાનીકોને પીવાના પાણી માટે પડાપડી કરવાની નોબત આવી છે.  Recent Story

Popular Story