Thursday, June 27, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

બનાસકાંઠા: ડીસા હાઇવે પર ખાનગી લક્ઝરી બસનું શિર્ષાસન 20ને સામાન્ય ઇજા

બનાસકાંઠા: ડીસા હાઇવે પર ખાનગી લક્ઝરી બસનું શિર્ષાસન 20ને સામાન્ય ઇજા
બનાસકાંઠામાં થરાદમાં ડીસા હાઈવે પર લકઝરી બસને અકસ્માત નડ્યો છે. સુરતથી બાલોતરા તરફથી જતી ખાનગી બસ પલટી મારી હતી. બસ પલટી મારતા 20 લોકોને સામાન્ય ઈજા થઈ હતી.
  જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા થરાદ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર આજરોજ વહેલી સવારે થરાદમાં ડીસા હાઇવે પર એક લક્ઝરી બસનો પલટી મારી જવાની ઘટના બની હતી. સુરતથી બાલોતરા તરફ જતી એક ખાનગી ટ્રાવેલ્સ અચાનક પલટી મારી જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના અંગેની જાણ આસપાસના લોકોને થતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. જો કે આ ઘટનામાં 20 લોકોને ઇજા થઇ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

આ સાથે જ 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ધસી આવ્યો હતો હતો. 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ