બનાસકાંઠા / ધાનેરામાં તીડથી દાડમના પાક બચાવવા ખેડૂતો કરી રહ્યા છે અવનવા પ્રયોગો

બનાસકાંઠામાં તીડથી દાડમના પાક બચાવવા ખેડૂતો અવનવા પ્રયોગો હાથ ધરી રહ્યા છે. ગઈકાલે તીડ આવ્યા ત્યારથી પરિવારના લોકો થાળી વગાડી રહ્યા છે. આસપાસ ધૂમમ્સ અને કાપડાથી શાકભાજીના છોડને ઢાંકયા છે જેના કારણે તીડ આ શાકભાજીના છોડને ખાઈ ન જાય. હાલ સમગ્ર થરાદ પંથકમાં ખેડૂતો થાળીઓ લઈને ખેતરની રક્ષા કરતા નજરે પડી રહ્યા છે. હાલ અડધાથી વધારે તીડ રાજસ્થાન તરફ જતા રહ્યા હોવાથી આંશિક રાહત છે પરંતુ હજુ પણ સંપૂર્ણ પણે તીડનો ખતરો ટળ્યો નથી. અડધા તીડ ધાનેરા બાજુ જતા ત્યાના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ