બનાસકાંઠામાં દારૂડિયાએ નશામાં કરી આવી હરકત, વીડિયો વાયરલ....

By : kaushal 08:34 PM, 08 July 2018 | Updated : 08:34 PM, 08 July 2018
એક તરફ રાજ્યમાં દારૂના નામે રાજકારણ રમાઈ રહ્યુ છે તો ક્યાંક ત્રાસી ગયેલી પ્રજા જનતા રેડ કરવા લાગી છે ત્યારે, બનાસકાંઠા જિલ્લામાં દારૂડિયાઓએ જાણે આતંક મચાવ્યો છે. આમ તો રાજ્યામાં દારૂબંધી છે પરંતુ કેટલીક જગ્યાએ દારૂના  નશામાં રસ્તાઓ પર ધમાલ મચાવતા દારૂડિયાઓથી ખાસ કરીને મહિલાઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.. 

આમ દારૂબંધી વચ્ચે સોશિયલ મીડિયામાં આવો જ એક દારૂડિયાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો લાખણી તાલુકાના ભાકડીયાલ ગામનો છે.. જ્યાં દારૂના નશામાં ચકચૂર એક દારૂડિયો રસ્તા પર આળોટી રહ્યો છે.. નશામાં એટલો ચકચૂર છે કે, પોતાના કપડા ઉતારી રસ્તા વચ્ચે ગાળાગાળી કરી રહ્યો છે.. 

એક તરફ રાજ્યમાં દારૂબંધી છે ત્યારે કેટલીક જગ્યાએ આવા તત્વોથી લોકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.. એક તરફ સરકાર દારૂબંધીના ખોખલા દાવાઓ કરી રહી છે.. ત્યારે બીજી તરફ બેફામ અને જાહેરમાં દારૂનો વેપલો ચાલી રહ્યો છે.. જેનું આ દારૂડિયો જીવીત ઉદાહરણ છે..  Recent Story

Popular Story