બનાસકાંઠા / બનાસડેરીએ પશુપાલકોને આપી દિવાળી ભેટ, ચેરમેન શંકર ચૌધરીએ કરી જાહેરાત

બનાસકાંઠામાં દૂધ ઉત્પાદકો અને પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. બનાસડેરીએ દિવાળીની ભેટ આપતા દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ રૂ.15નો વધારો કર્યો છે. બનાસડેરીની નિયામક મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જેમાં ચેરમેન શંકર ચૌધરીએ ભાવ વધારાની જાહેરાત કરી હતી. દૂધ ઉત્પાદકોને પહેલા કિલો ફેટ દીઠ રૂપિયા 675 મળતા હતા તેની જગ્યાએ હવે 690 મળશે. ત્યારે બનાસડેરી દ્વારા છેલ્લા છ મહિનાની અંદર સતત સાતમી વખત ભાવ વધારો કરતા દૂધ ઉત્પાદકો મા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ