બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:21 PM, 2 December 2024
સોશિયલ મીડિયામાં નકલીનો વાયરો ફૂંકાયો છે માટે ચેતી જવાની જરુર છે. બીજાને દેખાડી દેવાની ઉતાવળમાં ભૂલ ન કરતાં નહીંતર મુસીબતમાં મુકાવાનો વારો આવશે. આજકાલ લોકો ગમે તેવી તસવીરો એડિટ કરીને વાયરલ કરતાં હોય છે અને મજા લેતાં હોય છે.
ADVERTISEMENT
I don’t know why husband is so gentleman that he is wearing full shervani?
— The Forgotten “Man”🙍♂️🎩 (@SamSiff) November 28, 2024
May be his parents gave him good cultural habits of how to be in Indian traditional functions..
But
Bride’s Parents 🤣🤣🤣🤣 becharee unki beti sunti kahan hai..
‘Aaj kal ki abla naari.. na Sharam na… pic.twitter.com/8jDuLDlmx9
બીકિની પહેરીને વરમાળા નાખી રહેલી યુવતીની તસવીર વાયરલ
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક લગ્ન સમારોહની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીરમાં એક યુવતી પીળા રંગની બનારસી બિકીની પહેરેલી જોવા મળી રહી છે. તેની સામે ઉભેલા વરરાજાને શેરવાનીમાં જોઈ શકાય છે. આવી સ્થિતિમાં લોકો આ તસવીરને જોઈને અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ મહિલાએ પોતાના લગ્નના દિવસ માટે આવો ડ્રેસ પસંદ કરીને લોકોની રૂઢિચુસ્ત વિચારસરણીને પડકાર ફેંક્યો છે.
ખોટી છે તસવીર, એઆઈથી બનાવાઈ છે
હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ખરેખર યુવતીએ બનારસી બિકીનીમાં લગ્ન કર્યા હતા? તસવીરની સત્યતા જાણવા માટે રિવર્સ ઇમેજ સર્ચની મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન ખબર પડી કે આ ફોટો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવેલ ડિજિટલ ક્રિએશન છે.
ન કરતાં વાયરલ
આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે સોશિયલ મીડિયામાં જે કંઈ દેખાય છે તે બધું સાચું હોતું નથી, માનવા લાયક નથી હોતું. આજના યુગમાં AI ટેક્નોલોજીથી બનાવવામાં આવેલી તસવીરો અને વીડિયોનો ઉપયોગ લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવી રહ્યો છે. નકલી દાવાઓ અને AI જનરેટેડ સામગ્રી વધુને વધુ વાયરલ થઈ રહી છે, ખોટી માહિતી ફેલાવી રહી છે. આવી સ્થિતિમાં, કોઈપણ વાયરલ ચિત્ર અથવા વિડિયોને શેર કરતા પહેલા તેની સત્યતા તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
નિર્લજ્જતાની પરાકાષ્ઠા / પહેલા સૌરભ સાથે ખૂનની હોળી, પછી મર્ડર કરીને પ્રેમી સાથે રંગોની હોળી, મુસ્કાનનો જુઓ નવો વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.