બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ગુટકા-તમાકુના વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો, ભંગ કરનાર સામે કડક સજાની જોગવાઈ
Last Updated: 06:14 PM, 5 September 2024
ગુજરાતમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવામાં આવ્યો છે. જોકે ભંગ કરનાર સામે કડક સજાની જોગવાઈ હોવા છતા ગલીએ ગલીએ ખુલ્લેઆમ તમાકુ, ગુટકાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા
ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ ૧૩ સપ્ટેમ્બર-૨૦૨૪ થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય સરકાર દ્રારા કરાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં ગલીએ ગલીએ પાન મસાલાની દુકાનો અને ગલ્લાઓ છે. તેનુ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યુ છે. વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છત્તા કોઈને જાણે તેનો ડર નથી. અધિકારીઓએ પણ જાણે આંખે પાટા બાંધી દીધા હોય એવી સ્થિતી છે.
ADVERTISEMENT
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાહેર કરાયુ છે કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ, આ નિર્ણય કરાયો છે.
આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો, તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો: 'વડોદરા બન્યું ભ્રષ્ટાચારનો અડ્ડો' પૂરની સ્થિતિને લઈ જૈન આચાર્યએ VMCના સત્તાધીશોને લીધા આડેહાથ
સરકારની આ જાહેરાત સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. આટલા વર્ષોથી માત્ર જાહેરાતો કરાય છે પણ માલ ગુટખાનુ વેચાણ કે સંગ્રહ કરનારા પૈકીના કેટલા સામે શું કાર્યવાહી કરી તેનો કોઈ જ વિગતો જાહેર કરાતી નથી. એટલુ જ નહી, ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યુ હોવા છત્તા તને અટકાવાતુ નથી. એટલુ જ નહી, જાહેર માર્ગો ઉપર સ્મોકીંગ કરવા પર પ્રતિબંધ છે. આમછત્તા જાહેર માર્ગો પર અનેક યુવાનો-યુવતિઓ અને વયસ્ક લોકો સિગારેટ ફૂંકી રહ્યા હોય છે છત્તા કોઈ જ કાર્યવાહી કરાતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.