બ્રેકિંગ ન્યુઝ
Mayur
Last Updated: 05:43 PM, 22 April 2022
ADVERTISEMENT
હિન્દ મહાસાગરમાં ભારત માટે સ્ટ્રેટેજિક રીતે ખાસ મનાતા દેશ માલદીવમાં ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને કોઈ પણ પ્રકારના કેમ્પેઇન ચલાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યાંનાં રાષ્ટ્રપતિએ જાહેર કરેલ આદેશ મુજબ કોઈ પણ પ્રકારના ભારત વિરુદ્ધના પ્રદર્શનને માલદીવની સુરક્ષા માટે ખતરો માનવામાં આવશે અને આ પ્રકારના પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ
માલદીવના રાષ્ટ્રપતિએ સ્પેશ્યલ આદેશ જાહેર કરતાં મલદિવમાં ભારત વિરુદ્ધ કોઈપણ વિરોધ પ્રદર્શન અને કોઈ પણ પ્રકારના કેમ્પેઇન ચલાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
ADVERTISEMENT
માલદીવ્મ છેલ્લા કેટલાક મહિનાઓથી 'ઈન્ડિયા આઉટ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેને લઈને રાષ્ટ્રપતિને આ આદેશ જાહેર કરવો પડ્યો છે. ભારત વિરુદ્ધ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવાનો આદેશ રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલીહે જાહેર કરવો પડ્યો છે. જેનો હેતુ ઉકસાવનારા નારાઓ, અભિયાનો અને વિરોધ રોકવાનો હતો. માલદીવમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત વિરોધી કેમ્પેઇન ચાલી રહ્યા છે અને માલદીવ સરકારે કહ્યું હતું કે જે કેમ્પેઇન ચાલી રહ્યા છે તે બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ કરી શકે છે અને ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા જાળવવામાં વિક્ષેપ ઊભો કરી શકે છે.
રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલીહે આદેશ
રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલીહે તમામ અધિકારીઓને કાયદાના નિયમો સહિત કલમો અનુસાર પગલાં લેવા માટે આદેશ આપ્યો છે. માલદીવની સ્થાનિક ધિવેહિ ભાષામાં જાહેર આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં તૈનાત રાજ્યનાયકો અને રાજનાયિક મિશનોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ દેશનું કર્તવ્ય છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સોશ્યલ મીડિયા પર ભારતીય રાજનાયકન ધમકીઓ આપવામાં આવી હતી અને સોશ્યલ મીડિયામાં ભારત વિરુદ્ધ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું અને તેને લઈને સરકારે ભારતીય મિશનને વધારે સુરક્ષા આપવાનું નક્કી કર્યું હતું.
ટૂંક સમયમાં ચૂંટણી
માલદીવમાં આવતા વર્ષે રાષ્ટ્રપતિનું ચૂંટણી આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન ચીનની વધારે નજીક હતા અને ચીન સાથે સારા સંબંધો પણ ધરાવતા હતાં. તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારથી ભારત વિરોધી અભિયાનનો ચહેરો બની ગયા છે.
બુધવારે રાજધાની માલેમાં તેમના નિવાસસ્થાનની બહાર ''ઈન્ડિયા આઉટ'' બેનર લટકેલું જોવા મળ્યું હતું. જો કે પછીથી પોલિસી ગુરુવારે કોર્ટને આદેશ આપ્યો હતો અને તેને હટાવવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારત-ઈરાન વચ્ચે તનાતની / 'પહેલા તમારા ઘરનું સંભાળો' ભારતે ઈરાનના સુપ્રીમ લીડરને મોં પર સંભળાવ્યું, શું વિવાદ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT