બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકાના શિવરાજપુર બીચ પર ન્હાવા તેમજ સ્વીમિંગ પર પ્રતિબંધ, જતા પહેલા જાણી લેજો અમલવારીનો સમય
Last Updated: 07:12 PM, 23 May 2024
શિવરાજપુર બિચ પ્રવાસીઓથી બારેમાસ ઉભરાતો રહેતો હોય છે આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે, જેમાં દરિયો તોફાની બનતો હોય છે..અને આવા સમયે દરિયામાં ન્હાવું કે સ્વીિમિંગ કરવું જોખમી બનતું હોય છે જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે..
ADVERTISEMENT
શું છે જાહેરનામું ?
જાહેરનામા અનુસાર શિવરાજપુર બિચ પર આગામી તારીખ 4 જૂન 2024થી 2 ઓગસ્ટ 2024 સુધી શિવરાજપુર બિચ પર દરિયામાં ન્હાવા અને સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચોમાસામાં દરિયામાં તોફાન અને કરંટ રહેતો હોવાથી આ નિર્ણય લેવાયો છે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ પર કાનૂની પગલાં લેવાશે
આ પણ વાંચોઃ રેડ એલર્ટ સાથે ગુજરાતમાં વધ્યા હીટ સ્ટ્રોકના કેસ, અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં જ આંકડો પહોંચ્યો 400ને નજીક
ADVERTISEMENT
દ્વારકામાં બુદ્ધ પૂર્ણિમાને લઇને માનવ મહેરામણ ઉમટ્યું
પવિત્ર દ્વારકાધામ નગરીમાં બુદ્ધ પૂર્ણિમાનું અનેરૂ મહત્વ છે આજે બુદ્ધપૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો સંયોગ છે જેથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું.. મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો દ્વારકા નગરીમાં પહોંચી રહ્યા હતા સાથે જ ભક્તો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી, માછલીને લોટ, ગાયને ચરો, બાવા સાધુને દાન આપી પુણ્યાનુ ભાથું બાંધતા જોવા મળ્યા હતા. દૂરદૂરથી પધારેલા ભક્તો ધોમ ધખતા તાપમાં પણ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આતુર બન્યા હતા..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.