બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / VTV વિશેષ / રાજસ્થાનમાં બિરાજમાન છે ભગવાન બલ્લાલ ગણેશ, જાણો મંદિરનો ઈતિહાસ અને રોચક કથા
Last Updated: 03:46 PM, 11 September 2024
અત્યારે દશેભરમાં ગણોશોત્સવ મનાવામાં આવી રહ્યો છે. ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નો દૂર કરનાર ગણેશજીની પૂજા કરવાથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમને તમામ વિઘ્નોથી મુક્તિ પણ મળે છે. લોકો આ દિવસે નવા કાર્યની શરૂઆત કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા પણ માનવામાં આવે છે. આ દિવસોમાં ઘર-ઘરમાં ગણેશપૂજન કરવામાં આવી છે અને ભક્ત ગણેશજીના પૌરાણિક મહત્ત્વ ધરાવતાં મંદિરોમાં પણ દર્શન માટે પહોંચશે. દેશભરમાં ગણેશજીનાં અનેક એવાં મંદિર છે, જેનો ઇતિહાસ સેંકડો વર્ષ જૂનો છે અને થોડાં મંદિર એવાં પણ છે, જેમની માન્યતા એક હજાર વર્ષથી પણ વધુ જૂની છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જ નહીં, કેરળમાં પણ ગણેશજીનું ખૂબ જ પ્રાચીન મંદિર સ્થિત છે. તો આજે એવા જ એક મંદિરના ઇતિહાસ વિશે તમને જણાવીશું
ADVERTISEMENT
ગણેશજીનું આ મંદિર અષ્ટવિનાયક મંદિરોમાં ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે આ એકમાત્ર ગણેશ મંદિર છે જ્યાં ભગવાન ગણેશજીને પોતાના ભક્તના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પાલી ગામમાં આવેલું બલાલેશ્વરના મંદિર છે. આના નિર્માણ પાછળ એક પૌરાણિક કથા છે. લોકવાયકા અનુસાર આ મંદિર બલ્લાલ નામના ગણેશ ભક્તની યાદમાં બનાવવામાં આવ્યું હતું. બલ્લાલેશ્વર મંદિર મૂળ લાકડાનું હતું, જે બાદમાં 1760માં નાના ફડણવીસે પથ્થરોથી બનાવ્યું હતું. મંદિર પૂર્વ તરફ છે અને તેમાં બે ગર્ભગૃહ છે. ગણેશજી તેમના વાહન વગર અધૂરા છે, એટલે મંદિરમાં ભારતીય મીઠા મોદક પહેરેલા ઉંદરની મૂર્તિ પણ છે.
ADVERTISEMENT
રાજસ્થાનના પાલી શહેરમાં સ્થિત બલ્લાલેશ્વર ગણપતિ મંદિર એક પ્રાચીન સિદ્ધપીઠ પણ છે. આ મંદિર રેલવે સ્ટેશન રોડ પર લોર્ડિયા તળાવ પાસે નાગા બાબા બાગેચી ખાતે આવેલું છે. આ સ્થાન ભગવાન ગણેશના પ્રસિદ્ધ ભક્ત બલ્લાલના નામથી જાણીતું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ પોતે તેમના ભક્તની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને અહીં પ્રગટ થયા હતા. મંદિરના ઈતિહાસ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ તે સદીઓ જૂનું માનવામાં આવે છે. પુરાણોમાં પણ બલ્લાલેશ્વર ગણપતિ મંદિરનો ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે આ મંદિર પ્રાચીન સમયમાં પાલી શહેરમાંથી પસાર થતા સિંધ પ્રાંતના માર્ગ પર હતું. આ કારણથી આ મંદિરને સિદ્ધ પીઠ તરીકે ઓળખવામાં આવે છે.
મંદિરમાં હાજર ભગવાન ગણેશની મૂર્તિ સિંદૂરથી લેપિત છે, અને તેની કમરની આસપાસ સાપ વીંટળાયેલો છે. મૂર્તિના માથા પર પાંચ સર્પોનો મુગટ છે, જે તેને અન્ય ગણેશની મૂર્તિઓથી અલગ બનાવે છે. આ મૂર્તિ અહીં સાચી ભક્તિના પ્રતીક તરીકે સ્થાપિત છે. મંદિરના નિર્માણ દરમિયાન જૂની પ્રતિમાને હટાવ્યા વિના જ કામ કરવામાં આવ્યું હતું.
એક દિવસ બલ્લાલ ભક્તએ પાલી ગામમાં વિશેષ પૂજાનું આયોજન કર્યું. પૂજન કેટલાય દિવસ સુધી ચાલ્યું હતું, પૂજામાં અનેક બાળકો આવ્યા હતા પરંતુ તમામ બાળકો ઘરે પાછા ન ગયા અને ત્યાં જ બેઠાં રહ્યા. જેના કારણથી આ બાળકોના માત-પિતાએ બલ્લાલને માર્યો અને ગણેશની પ્રતિમાની સાથે તેને પણ જંગલમાં ફેંકી દીધું. ગંભીર હાલતમાં બલ્લાલ ગણેશજીના મંત્રોના જાપ કરતા રહ્યા હતા. ગણેશ ભક્તે કઠોર તપસ્યા અને ભક્તિ દ્વારા ભગવાન ગણેશને પ્રસન્ન કર્યા હતા. બલ્લાલની ભક્તિને કારણે, ભગવાન ગણેશ સ્વયં અહીં પ્રગટ થયા અને ત્યાર બાદ બલ્લાલે ગણેશજીને આગ્રહ કર્યો કે તેઓ આ સ્થાન પર જ નિવાસ કરે. ગણેશેજીએ આગ્રહને માન આપ્યું અને તેઓ બલ્લાલેશ્વર નામથી પૂજવામાં આવ્યા. આ પૌરાણિક કથા આજે પણ ભક્તોને પ્રેરણા આપે છે અને મંદિરની વિશેષ આસ્થા તેની સાથે જોડાયેલી છે.
મંદિરનું પુનઃનિર્માણ વર્ષ 2017 માં કરવામાં આવ્યું હતું. જૂના મંદિરની નજીક એક નવું મંદિર બનાવવામાં આવ્યું હતું, જેમાં શિવ પરિવાર અને મા અંબેની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી. નવા મંદિરમાં જૂની જેવી જ પ્રતિમા છે અને તેને ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.