બ્રેકિંગ ન્યુઝ
VTV / Balasore Rail Accident: NDRF Jawaans are shocked and mentally affected after the rescue work
Vaidehi
Last Updated: 06:42 PM, 6 June 2023
ADVERTISEMENT
ઓડિશા રેલ અકસ્માતમાં બચાવકાર્ય કરી રહેલા NDRFનાં જવાનો દુર્ઘટનાનાં દ્રશ્યો જોઈને સદમામાં હોય તેવું લાગી રહ્યું છે. NDRFનાં મહાનિર્દેશક અતુલ કરવાલે મંગળવારે જણાવ્યું હતું કે ટ્રેન દુર્ઘટનાસ્થળ પર બચાવ અભિયાનમાં તૈનાત બળનો એક કર્મી જ્યાં પાણી જોવે છે ત્યાં તેને લોહી દેખાઈ આવે છે જ્યારે અન્ય એક કર્મીને ભૂખ પણ નથી લાગી રહી. કારવાલે કહ્યું કે' હું બાલાસોર ટ્રેન અકસ્માત બાદ બચાવ અભિયાનમાં શામેલ થયેલા પોતાના સહકર્મીઓને મળ્યો હતો. એક કર્મીએ મને જણાવ્યું કે તે જ્યારે પણ પાણી જુએ છે તેને પાણીની જગ્યાએ લોહી નજર આવે છે. અન્ય એક કર્મીએ કહ્યું કે તેને ભૂખ લાગવાનું બંધ થઈ ગયું છે.'
Visuals from the site in Balasore, Odisha where Coromandel, Bengaluru-Howrah Express trains derailed last night. The search and rescue operation by NDRF teams and local administration is still underway. pic.twitter.com/t8EDvN1m71
— Press Trust of India (@PTI_News) June 3, 2023
ADVERTISEMENT
કર્મીઓ માટે કાઉન્સેલિંગની વ્યવસ્થા
NDRFનાં મહાનિર્દેશે કહ્યું કે પોતાના કેટલાક કર્મીઓની આ સમસ્યાઓને ધ્યાનમાં લેતાં બળે પોતાના કર્મીઓ માટે રાહત અભિયાનથી પાછા આવ્યાં બાદ મનોવૈજ્ઞાનિક કાઉંસેલિંગ અને માનસિક સ્થિરતા પાઠ્યક્રમ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે' જે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં બચાવકાર્યમાં શામેલ થાય છે તેમનાં સારાં માનસિક સ્વાસ્થ્ય માટે આવા કાઉન્સેલિંગની વ્યવસ્થા કરાવવામાં આવે છે.'
9 ટીમોને તૈનાત કરાઈ હતી
બાલાસોરમાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી જે બાદ બચાવ અભિયાન માટે NDRFની 9 ટીમોને ઘટનાસ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. આ અકસ્માત ભારતનાં સૌથી ભીષણ રેલ અકસ્માતમાંનો એક છે જેમાં અત્યારસુધી 278 લોકોનું મોત નોંધાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.