બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / કોંગ્રેસમાં જોડાતાની સાથે જ બજરંગ પુનિયાને મોટી જવાબદારી, રાષ્ટ્રીય સ્તરે પાર્ટીમાં મળ્યું આ પદ
Last Updated: 10:33 PM, 6 September 2024
કોંગ્રેસે બજરંગ પુનિયાને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તાત્કાલિક અસરથી અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદ પર બજરંગ પુનિયાની નિમણૂકને મંજૂરી આપી છે.
ADVERTISEMENT
Congratulations to Shri @BajrangPunia ji on being appointed as the Working Chairman of All India Kisan Congress.
— Indian Youth Congress (@IYC) September 6, 2024
Best wishes 💐 pic.twitter.com/QjbuAtzSI2
પાર્ટી તરફથી જવાબદારી મળવા પર બજરંગ પુનિયાએ કહ્યું, "મને આટલી મોટી જવાબદારી આપવા માટે હું અમારા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલનો આભાર માનું છું. હું કટોકટીનો સામનો કરી રહેલા ખેડૂતોની સાથે ખભે ખભા મિલાવીને ઉભો છું. હું તેમના સંઘર્ષમાં ભાગીદાર બનવાનો પ્રયત્ન કરીશ અને સંગઠનના સાચા સૈનિક તરીકે કામ કરીશ.
ADVERTISEMENT
અગાઉ કોંગ્રેસમાં જોડાયા બાદ બજરંગ પુનિયાએ કહ્યું હતું કે, "હું સૌનો આભાર માનું છું. અમે અન્યાય સામે સાથે મળીને લડીશું અને દરેક સંઘર્ષમાં કોંગ્રેસ સાથે ઉભા રહીશું. .બજરંગ પુનિયાની સાથે કુસ્તીબાજ વિનેશ ફોગાટ પણ કોંગ્રેસમાં જોડાયા હતા. વિનેશ ફોગાટ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. પાર્ટીએ તેમને જુલાના વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે..
આ પણ વાંચોઃ મોનાલિસાનું ઑફ શોલ્ડર આઉટફીટમાં કામણગારૂ ફિગર, હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.