બ્રેકિંગ ન્યુઝ
VTV / bajrang dal worker stabbed to death in karnataka
Pravin
Last Updated: 11:04 AM, 21 February 2022
ADVERTISEMENT
હિજાબ વિવાદ વચ્ચે કર્ણાટકના શિવમોગામાં બજરંગ દળના કાર્યકર્તાની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ આ મામલે હિજાબ વિવાદ સાથે જોડીને જોઈ રહી છે. જો કે, પોલીસે સીધી રીતે કંઈ પણ કહેવાથી બચી રહી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છવાઈ ગયો છે. જેને લઈને પોલીસ વધારે સક્રિય થઈ છે.
બજરંગ દળના કાર્યકર્તાની હત્યા કરી દીધી
ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના રવિવાર રાતે લગભગ 9 વાગ્યાની આસપાસની છે. જ્યાં 26 વર્ષિય બજરંગ દળના કાર્યકર્તાની ઓળખાણ હર્ષા તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, હર્ષાએ પોતાના ફેસબુક પ્રોફાઈલ પર હિજાબ વિરુદ્ધ પોસ્ટ લખી હતી. તેણે ભગવા શાલનું સમર્થન કર્યું હતું.
Karnataka | A 26-year-old Bajrang Dal activist Harsha was allegedly murdered yesterday at around 9 pm in Shivamogga. Security heightened in the city.
— ANI (@ANI) February 20, 2022
ધારા 144 લાગૂ
બજરંગ દળના કાર્યકર્તાની હત્યા બાદ શિવમોગામાં તણાવ વધી રહ્યો છે. કેટલાય કાર્યકર્તાઓ આ હત્યા બાદ હોસ્પિટલ સુધી પહોંચી ગયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. તણાવ વધતો જોઈ શિવમોગામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. તો વળી સ્કૂલ તથા કોલેજો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ તમામની વચ્ચે કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેંદએ મૃતકના પરિવારના લોકો સાથે મુલાકાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ લોકો કોઈ સંગઠન છે કે અન્યના, તેની જાણકારી હજૂ મળી નથી. આગળ કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા કંટ્રોલ કરવા માટે શિવમોગામાં સ્કૂલ અને કોલેજો બે દિવસ સુધી બંધ કરી દેવામાં આવી છે.
બજરંગ દળ સૌથી વધારે સક્રિય
કર્ણાટકમાં હિજાબ વિવાદની વચ્ચે સૌથી વધારે સક્રિય બજરંગ દળ જ છે. આ ઉપરાંત કેટલાય હિન્દુ સંગઠનો કર્ણાટકની સ્કૂલ-કોલેજોમાં હિજાબ પહેરવાનો વિરોધ કરી રહ્યા છે. આ કાર્યકર્તા હિજાબના વિરોધમાં ભગવા શોલ પહેરીને પોતાનો વિરોધ જતાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.