બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:19 PM, 15 September 2024
છેલ્લા ઘણા સમયથી આઈપીઓની સિઝન ચાલી રહી છે. એક પછી એક આઈપીઓ લોન્ચ થઈ રહ્યા છે. તમને ખ્યાલ જ હશે કે બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓએ ગયા સપ્તાહે બજારમાં હલચલ મચાવી હતી. રેકોર્ડ સબસ્ક્રિપ્શન સાથે બંધ થયેલો આ IPO હવે સોમવાર, 16 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહ્યો છે. બજાજ ગ્રુપની કંપનીના આ IPOના શેર ફાળવવામાં આવ્યા છે. કંપનીના આઈપીઓએ ગ્રે માર્કેટમાં પણ હલચલ મચાવી દીધી હતી. જોકે હવે તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તે BSE અને NSE પર લિસ્ટિંગના દિવસે કેટલો નફો આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કેટલાક અહેવાલ અનુસાર બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો IPO હાલમાં ગ્રે માર્કેટમાં રૂ. 69ના પ્રીમિયમ પર ચાલી રહ્યો છે. જોકે 14મી સુધી તેનો જીએમપી રૂ. 84 પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આમાં ઘણો ઘટાડો થયો છે. તેમ છતા તે તેની 70 રૂપિયાની ઇશ્યૂ કિંમતથી લગભગ 100 ટકા નફો દર્શાવે છે. જો આ જ સ્થિતિ સોમવાર સુધી ચાલુ રહે અને ગ્રે માર્કેટનો ટ્રેન્ડ સાચો સાબિત થાય તો આ IPO લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોના પૈસા બમણા કરી શકે છે. તેનું લિસ્ટિંગ રૂ.139માં કરી શકાય છે.
શુક્રવારે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેરમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. બજાજ ફાઇનાન્સનો શેર રૂ.170 વધીને રૂ.7598.50 પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વનો શેર પણ રૂ. 39 વધીને રૂ. 1894.45 પર બંધ થયો હતો. બજાજ હાઉસિંગ ફાઇનાન્સના રૂ. 6,560 કરોડના આઇપીઓ પર લોકોએ રૂ. 3.2 લાખ કરોડની બિડ કરી હતી. કંપનીના ઈશ્યુને લગભગ 90 લાખ અરજીઓ મળી હતી. આનાથી ટાટા ટેક્નોલોજીનો 73.5 લાખ અરજીઓનો અગાઉનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.
વધુ વાંચો : પૈસા ડબલ કરવાનો મોકો! એક બે નહીં આવી રહ્યા છે 5 ધમાકેદાર IPO, રૂપિયા રાખજો તૈયાર
બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો IPO 67 વખત સબસ્ક્રાઇબ થયો હતો. તે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) દ્વારા 209 વખત, નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) દ્વારા 41 વખત અને રિટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા 6 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ તેની ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કરશે. આનાથી બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો મૂડી આધાર મજબૂત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.