બ્રેકિંગ ન્યુઝ
VTV / bajaj ct 100 is best mileage and cheapest bike in india
Mehul
Last Updated: 07:39 PM, 12 December 2019
ADVERTISEMENT
નોંધનીય છે કે, વર્ષોથી આ બાઇક મધ્યમ વર્ગની પહેલી પસંદ રહી છે. તેનુ કારણ આ બાઇક ઓછી કિંમત અને સારી એવરેજ માટે જાણિતી છે. કંપનીનો દાવો છે કે એવરેજના મામલામાં Bajaj CT 100 સામે સ્પર્ધામાં બજારમાં કોઇ ટકી શકે એમ નથી. કંપની Bajaj CT 100 90 Kmpl એવરેજ આપવાનો દાવો કરે છે.
જો કિંમતની વાત કરવામાં આવે તો આ મોંઘવારીના સમયમાં બજાજ CT 100ની દિલ્હી એક્સ શોરુમ 32,000 રૂપિયા છે. તેનો સિમ્પલ લુક અને બેટર પર્ફોમન્સ તેને દરેક વર્ગ માટે એક સારી બાઇક બનાવે છે. Bajaj Bajaj CT 100માં 102 CC, 4-સ્ટ્રોક, સિંગલ-સિલેન્ડર, નેચરલ એયર કૂલ્ડ એન્જિન મળે છે. બજાજની આ બાઇક વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે. જેમા ES, KS ALLoy અને 100B સામેલ છે.
ADVERTISEMENT
Bajaj CT 100 ES વેરિએન્ટનું 102 સીસી એન્જિન 7500 આરપીએમ પર 7.7 PS નો પાવર અને 5500 આરપીએમ પર 8.24 Nmનો ટોર્ક જનરેટ કરે છે. Bajaj CT 100 KS Alloy વેરિએન્ટ 102 સીસી એન્જિન 7500 આરપીએમ પર 8.2 PSનો પાવર અને 4500 આરપીએમ પર 8.05 Nmનો ટોર્ક જનરેટ કરે છે. Bajaj CT 100B વેરિએન્ટનો 102 સીસી એન્જિન 7500 આરપીએમ પર 8.2 PSનો પાવર અને 4500 આરપીએમ પર 8.05 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
Bajajની આ સસ્તી બાઇકમાં 4-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. તેના ફ્રન્ટમાં 110 મિલીમીટરનો ડ્રમ બ્રેક આપવામાં આવ્યો છે. તેના રિયરમાં 110 મિલીમીટરનો ડ્રમ બ્રેક મળે છે. Bajaj CT 100માં 10.5 લીટરની ફ્યૂલ ટેન્ક મળે છે.
ADVERTISEMENT
Bajaj CT 100ના ફ્રન્ટમાં એન્ટી ફ્રિક્શન બુશ વાળો 125 મિલીમીટરનો હાઇડ્રોલિક ટેલિસ્કોપિક ફોર્ક આપવામાં આવ્યો છે. તેના રિયરમાં 110 મિલીમીટરનો વ્હીલ ટ્રેવલ SNS સસ્પેન્શન મળે છે. આ બાઇક તેની કિંમતને કારણે લોકોની ખાસ પસંદ રહી છે. તેના ત્રણેય વેરિએન્ટ્સની અલગ-અલગ કિંમત છે. Bajaj CT 100 KS Alloy ની કિંમત 33,293 રૂપિયા છે. જ્યારે Bajaj CT 100 KS Spoke વેરિએન્ટની કિંમત 32,000 રૂપિયા છે. જ્યારે Bajaj CT 100 ES Alloy વેરિએન્ટની કિંમત 41,133 રૂપિયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.