Baghdati in Botad: Hail and rain with thunder, wheat, gram, sesame crops were destroyed.
નુકશાન /
બોટાદમાં બઘડાટીઃ કડાકા ભડાકા સાથે કરા અને વરસાદ, ઘઉં, ચણા, તલનાં પાકનો કચ્ચરઘાણ વળ્યો
Team VTV06:45 PM, 18 Mar 23
| Updated: 09:02 PM, 18 Mar 23
બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા.. કમોસમી વરસાદને કારણે ઘઉ,જુવાર,બાજરી,જીરૂ,ચણા અને તલ સહિતના પાકને વ્યાપક નુકસાન થયું.
બોટાદમાં કમોસમી વરસાદ
બોટાદના ખેડૂતોને ભારે નુકસાન
બાજરી,તલ સહિતના પાકમાં નુકસાન
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ગઈકાલે કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે પડેલ કમોસમી વરસાદના કારણે ગઢડા શહેરમાં ઘઉં, ચણા, તલ સહિતના ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી સહાય આપવામા આવે તેવી ગઢડાના ખેડુતો માંગ કરી રહ્યા છે.
કમોસમી વરસાદ થતા ખેતીમા વ્યાપક નુકશાન
ગઈકાલે સાંજના બોટાદ જિલ્લામા વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો અને જિલ્લાના કેટલાય ગામોમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા જેથી ખેતીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન સામે આવ્યુ છે ત્યારે જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં કમોસમી વરસાદ થતા ખેતીમા વ્યાપક નુકશાન સામે આવ્યુ છે.
ગઈકાલે સાંજના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો
ગઢડા શહેરમાં ગઈકાલે સાંજના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા અને ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો જેથી ગઢડા શહેરમાં ઘઉં, ચણા, જુવાર.બાજરી, તલ સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે અને ખેડુતો પાયમાલ થયા છે જેથી સરકાર દ્વારા સર્વે કરાવી તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી ગઢડાના ખેડુતો માંગ કરી રહ્યા છે.