Baghdadi remains were buried in the ocean similar to Osama bin Laden
World /
જાણો લાદેનની જેમ અમેરિકાએ ખૂંખાર આતંકી બગદાદીને અહીં દફનાવ્યો
Team VTV06:31 PM, 29 Oct 19
| Updated: 07:14 PM, 29 Oct 19
અલ કાયદાના વડા ઓસામા બિન લાદેન પછી અબુ બકર અલ બગદાદી દુનિયાનો સૌથી મોટો વોન્ટેડ આતંકી હતો. સીરિયા તુર્કીની સરહદ પાસે અમેરિકાએ રાત્રે ચલાવેલા સ્પેશ્યલ ઓપરેશનમાં તેની મોત થઇ ગઈ છે.
IS એટલે કે ઇસ્લામિક સ્ટેટના વડા તરીકે બગદાદી પોતાની જાતને ખલીફ તરીકે ઓળખાવતો હતો. આ ઓપરેશનમાં અમેરિકાના સ્પેશ્યલ ડેલ્ટા ફોર્સે બગદાદીના આવાસ પર હેલિકોપ્ટરો ઉતારીને તેની ઉપર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં બગદાદીએ પોતે સુસાઇડ વેસ્ટ પહેરીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ ઓપરેશનમાં અમેરિકાનો એક પણ સૈનિક મૃત્યુ પામ્યો નહોતો પણ બગદાદી ઘણા સાથીઓ માર્યા ગયા હતા.
ન્યુઝ એજન્સી AFP વડે મળેલી જાણકારી અનુસાર બગદાદીને એક સમુદ્રમાં દફનાવામાં આવ્યો છે. જો કે આ સમુદ્રને લગતી ડિટેલ્સ હજુ સામે આવી નથી.
આતંકનું બીજું નામ હતો બગદાદી
સમાચાર એજન્સી FAના રિપોર્ટ મુજબ બગદાદીને એક ક્રૂર આતંકી તરીકે આખી દુનિયા યાદ રાખશે. દુનિયાભરમાં ધર્મના પવિત્ર યુદ્ધના નામે તે હજારો નિર્દોષોના મોત માટે જવાબદાર હતો. મૃત્યુના સમયે બગદાદી 48 વર્ષનો હતો.
બગદાદી તેની ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતી ફાંસી, ટોર્ચર, માથું વાઢી નાખવું જેવી અરેરાટી ઉપજાવતી વિડિયોઝ પણ શેર કરતો હતો.
ISIS સમય સમય પર આવા ઘૃણાસ્પદ વીડિયો શેર કરે છે.
મોત નજીક દેખાતા બગદાદી રડવા લાગ્યો હતો અંતે તે બાળકો સાથે મરી ગયો
ટ્રમ્પે જણાવ્યું હતું કે બગદાદી સુરંગમાંથી ભાગવા ગયો હતો પણ તે સુરંગમાંથી નીકળવાનો રસ્તો ન હોઈ તે નીકળી શક્યો નહોતો. બગદાદી મુંઝવણમાં મુકાયો હતો અને રડવા પણ લાગ્યો હતો. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે પહેલાં તો આખા કેમ્પર્સને ખાલી કરાવ્યું હતું. કેટલાકે સરેન્ડર કર્યં તો કેટલાક માર્યા ગયાં હતાં. જો કે 11 બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. બગદાદીએ તેના 3 બાળકો સાથે ભાગવાનો વ્યર્થ પ્રયાસ કર્યો હતો.
મહારાષ્ટ્રની સત્તામાં 50-50 ફોર્મ્યુલા 1999માં ગોપીનાથ મુંડે લઈને આવ્યા હતા પરંતુ ત્યારે શિવસેના રાજી નહોતી થઈ. આ વખતે તેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે, પરંતુ આ વખતે શિવસેના 50-50 ફોર્મ્યુલા માટે...