બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Bageshwar Sarkar Dhirendra Shastri gave a logical answer on the allegation of charm and Odisha train accident, see what he said?

નિવેદન / બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ વશીકરણના આરોપ અને ઓડિશા ટ્રેન દુર્ઘટના પર આપ્યો લોજીકલ જવાબ, જુઓ શું કહ્યું?

Vishal Khamar

Last Updated: 12:09 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરત, અમદાવાદ, રાજકોટ બાદ વડોદરામાં આજે તેમનો દિવ્ય દરબાર યોજાયો હતો. વડોદરાનાં નવલખી મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો વડોદરાનાં નવલખી મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાયો હતો.

  • વડોદરામાં ધીરેન્દ્ર શાસ્રીઓ યોજી પત્રકાર પરિષદ 
  • વડોદરામાં નવલખી મેદાનમાં યોજાશે દિવ્ય દરબાર
  • લવ જેહાદ મુદ્દે ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

વડોદરા ખાતે આજે બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો છે. ત્યારે બપોરે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટમાં તેઓ પર હિપ્નોટાઈઝ કરવાનો જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જે બાબતે તેઓએ જણાવ્યું હતું કે, આ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનો ઉપાય છે. જેથી તમારી પાસે તે લોકોનાં નામ પહોંચી જાય. ત્યારે આવું કશું હોત તો અત્યાર સુધી મેં કરોડો અરબો રૂપિયા લઈ લીધા હોત. તમે થયા હિપ્નોટાઈઝ. ત્યારે આ બધા સસ્તી લોકપ્રિયતાનાં લક્ષણ છે. 

ભગવાન શ્રી કૃષ્ણને પણ ખબર હતી કે મહાભારત થશે પણ ટાળી ન શક્યાઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
ઓડિશા ટ્રેન દુર્ઘટના બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આજે સવારે જ મને ટ્રેન દુર્ઘટનાનાં સમાચાર મળ્યા છે. આ જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે. ત્યારે હું બાલાજીનાં ચરણોમાં એવી પ્રાર્થના કરીશ કે દેશમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તેમજ બધાનું મંગળ થાય. તેમજ દિવંગત આત્માઓને પરમાત્માનું સ્થાન પ્રાપ્ત થાય. તેમજ તેમના પરિવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે. ત્યારે રિપોર્ટરે ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછ્યું હતું કે બાબાજી તમને આવી ઘટનાઓની પહેલેથી જાણ હોય છે. જેનાં જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે,  દેશ તેમજ વિશ્વનાં હિતની અમુક ઘટનાઓનો અનુભવ થાય છે. અને તેવી ઘટનાઓ માટે માત્ર મંગળ કામના કરી શકીએ છીએ. પરંતું એક વાત સાંભળો ખબર હોવી અલગ છે અને ટાળવું અલગ છે.  ભગવાન શ્રી કૃષ્ણને પણ ખબર હતી કે મહાભારત થશે પણ ટાળી ન શક્યા. 
બહેન-દિકરીને લવ જેહાદથી બચાવવા હિન્દુ રાષ્ટ્રની માંગ અવશ્ય ઉઠાવશેઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
હિન્દુ રાષ્ટ્ર બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે દરેક હિંદુ જાગશે. તેમજ બે તિહાઈ મત અવાજ ઉઠાવશે.  જે પ્રકારે અમારી રામ મંદિરની માંગ હતી. આઝાદી બાદ જે પ્રકારે રોટી, કપડા અને મકાન માંગી રહ્યું છે હિન્દુસ્તાન. તે જ રીતે ભારતમાં થોડાક દિવસની અંદર દરેક હિન્દુ પોતાની સંસ્કૃતિ તેમજ પોતાની બહેન-દિકરીને લવ જેહાદથી બચાવવા હિન્દુ રાષ્ટ્રની માંગ અવશ્ય ઉઠાવશે. જો અવાજ નહી ઉઠાવે તો જે હાલત દિલ્હીમાં સાક્ષીની થઈ તે તમારી પણ બહેન-દિકરીનો થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Lovejehad Vashikaran dhirendra shastri નિવેદન વડોદરા vadodra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ