બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bageshwar Dham news: 10 year old girl dies after meeting Dhirendra Krishna Shastri second death in a week

Bageshwar Dham / બાબાની ભભૂતિથી ન બચ્યો જીવ: 10 વર્ષની બાળકીનું બાગેશ્વર ધામમાં નિધન, સેંકડો કિમી દૂરથી આવેલ પરિજનોએ જુઓ શું કહ્યું

Parth

Last Updated: 08:40 AM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ સોશ્યલ મીડિયા અને ટીવીની દુનિયામાં ખૂબ પ્રચલિત બાબા બાગેશ્વર સરકારના આશ્રમમાં વધુ એક મૃત્યુના કારણે ચકચાર મચી જવા પામી છે. છતરપુર જિલ્લામાં આવેલ બાગેશ્વર ધામમાં ચમત્કારી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની ભભૂતિથી બાળકીનો જીવ બચી શક્યો નહીં.

  • બાગેશ્વર ધામમાં વધુ એક મૃત્યુ 
  • ખેંચથી પીડાતી હતી બાળકી 
  • બાબાએ આપી હતી ભભૂતિ 

શું છે સમગ્ર મામલો 
રાજસ્થાનના પરિવારે બાગેશ્વર સરકાર બાબા વિષે ઘણી વાતો સાંભળી હતી તેથી પોતાની બાળકીની સારવાર માટે તેઓ બાગેશ્વર ધામમાં આવ્યા હતા. 10 વર્ષની વિષ્ણુ કુમારીને ખેંચની બીમારી હતી અને 17 ફેબ્રુઆરીના રોજ તેને અહીં લાવવામાં આવી હતી. દોઢ વર્ષથી દીકરી ખેંચથી પીડાતી હતી, રવિવારે જ્યારે બાળકીએ આંખો બંધ કરી ત્યારે પરિજનોને લાગ્યું કે દીકરી સૂઈ રહી છે પણ બાદમાં આશંકા ગઈ અને તેને હોસ્પિટલ લઈ જતાં ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. 

બાબાજીએ આપી હતી ભભૂતિ 
બાળકીની મામીએ મીડિયાને જણાવ્યા અનુસાર શનિવારે જ બાળકીની તબિયત જ્યારે ખૂબ ખરાબ હતી ત્યારે તેને બાબા પાસે લઈ જવામાં આવી હતી, ત્યાં બાબાએ ભભૂતિ આપી અને કહ્યું હતું કે તે હવે શાંત થઈ ગઈ છે, અહીંથી લઈ જાઓ. આટલું જ નહીં હોસ્પિટલમાં પણ બાળકીના પરિજનોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. પહેલા બાળકી માટે સ્ટ્રેચર મળ્યું, ખોળામાં ઊંચકીને તેને લાવવી પડી. બાદમાં તેને વતન લઈ જવા માટે ઍમ્બ્યુલન્સ પણ ન મળી, 11 હજારથી પણ વધુ રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ ઍમ્બ્યુલન્સ કરવી પડી. 

નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પણ એક મહિલાનું બાગેશ્વર ધામમાં નિધન થયું હતું, નીલમ દેવી નામની મહિલા બીમાર હતી અને પરિક્રમા માટે બાગેશ્વર ધામમાં આવી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bageshwar Dham Bageshwar sarkar dhirendra shastri બાગેશ્વર ધામ Bageshwar Dham
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ