બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 12:11 PM, 29 January 2023
ADVERTISEMENT
બાગેશ્વર ધામ મંદિર અમુક ચમત્કારો માટે જગપ્રસિદ્ધ
ભગવાનની કૃપા મેળવવા અને જીવનને સુખમય બનાવવા માટે લોકો મંદિર જાય છે. ભગવાનની આગળ ગુહાર લગાવે છે કે તેમને ટૂંક સમયમાં દુ:ખમાંથી મુક્તિ મળે. આવુ બાગેશ્વર ધામ મંદિર પણ પોતાના અમુક ચમત્કારો અને રહસ્યમયી ઘટનાઓ માટે જગપ્રસિદ્ધ છે. હાલમાં બાગેશ્વર ધામનુ સરકાર મંદિર ખૂબ ચર્ચામાં છે. બાગેશ્વર ધામના પ્રસિદ્ધ મંદિરમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હોય છે. ભક્તોની સમસ્યાઓને પહેલા જાણનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરવા ભક્તો લાખોની સંખ્યામાં બાગેશ્વર ધામ મંદિર પહોંચી રહ્યાં છે.
ADVERTISEMENT
બાગેશ્વર ધામમાં હનુમાનજીનુ બાલાજી રૂપ બિરાજમાન
બાગેશ્વર ધામમાં સ્થિત મંદિરને લઇને એવી માન્યતા છે કે અહીં જ્યારે કોઈ વ્યક્તિ મનોકામના પૂરી કરવા માટે અહીં અરજી કરે છે તો તે ફટાફટ પૂરી થાય છે. મહત્વનું છે કે અહીં હનુમાનજીનુ બાલાજી રૂપ બિરાજમાન છે. પરંતુ તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે કે અહીં અલગ-અલગ સમસ્યાઓ માટે ત્રણ અલગ રંગના નારિયેળ અર્પણ કરવામાં આવે છે. જાણો મંદિર સાથે જોડાયેલી અમુક ખાસ વાતો.
જાણો નારિયેળના અલગ-અલગ રંગનુ રહસ્ય
મંદિરને લઇને એવી માન્યતા છે કે અહીં જે પણ અરજી કરે છે, તેમની દરેક મનોકામના જલ્દી પૂરી થાય છે. પરંતુ સામાન્ય મંદિરોની જેમ અહીં અરજી કરવાની રીત થોડી અલગ છે. અહીં બાલાજીની સામે પોતાની સમસ્યાને એક કાગળ પર લખીને નારિયેળ પર રાખીને કપડામાં બાંધીને સમર્પિત કરવાની હોય છે. એવુ કહેવામાં આવે છે કે જેવી અરજી થાય છે, તે મુજબ તેવા રંગના કપડામાં અરજી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.