બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Bageshwar dham baba said on ramcharitmanas controversy

ધાર્મિક / 'હિન્દુઓને ટારગેટ કરવાનું કામ... ' રામચરિતમાનસ વિવાદ પર બાબા બાગેશ્વરે આપ્યું મોટું નિવેદન

Vaidehi

Last Updated: 05:41 PM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામચરિતમાનસ વિવાદ પર બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે 'સનાતનિયોને ટારગેટ કરવા માટે કેટલાક પ્લાંટેડ લોકો કામ કરી રહ્યાં છે. ' કહ્યું કે, સનાતનિયોએ એકજૂથ થવું પડશે.

  • રામચરિતમાનસ વિવાદ પર બોલ્યાં બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર  શાસ્ત્રી
  • કહ્યું, સનાતનિયોને ટારગેટ કરવાનું છે આ કામ
  • તમામ સનાતનિયોને એકજૂથ થવું પડશે- ધીરેન્દ્ર  શાસ્ત્રી

રામચરિત માનસ વિવાદ પર બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન જાહેર થયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સનાતનિયોને ટારગેટ કરવા માટે કેટલાક પ્લાંટેડ લોકો કામ કરી રહ્યાં છે. તેમના તરફથી અપીલ કરવામાં આવી કે આ યોગ્ય સમય છે કે જ્યારે તમામ સનાતનિયોને એકજૂથ થવું પડશે.

'હિન્દુઓે ટારગેટ કરવું, હિન્દુ આસ્થાને ટારગેટ કરવું...'
એક ખાનગી ચેનલ સાથે વાતચીત દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે રામચરિતમાનસની નકલોને સળગાવવું નિંદનીય છે. હિન્દુઓે ટારગેટ કરવું, હિન્દુ આસ્થાને ટારગેટ કરવું, સનાતનિયોને ટારગેટ કરવું આ એક ઘણી મોટી લોબી છે જે આ બધું જ કરી રહી છે. આ પ્લાંટેડ લોકો છે જેમને આવું કરવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ મને ખુશી છે કે બાગેશ્વર ધામથી આ સંદેશો જાય છે કે સનાતનિયોને એકજૂથ થવાની આવશ્યકતા છે. હિન્દુઓને એકજૂથ થવાની જરૂર છે.

શું છે રામચરિતમાનસ વિવાદ?
હાલમાં રામચરિતમાનસ વિવાદ ઘણો ગરમાયો છે. તેનું કારણ છે સ્વામી પ્રસાદ મૌર્યનું નિવેદન. તેમના વિવાદસ્પદ નિવેદન બાદ રવિવારે લખનઉમાં ઓબીસી મહાસભા દ્વારા રામચરિત માનસની નકલોને સળગાવી દેવામાં આવી જેમાં 10 લોકોની વિરૂદ્ધ FIR નોંધવામાં આવીને હાલ 5ની ધરપકડ કરવામાં આવી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીની તરફથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં એ નિવેદનનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મ જ રાષ્ટ્ર ધર્મ છે. તેમની તરફથી જણાવવામાં આવ્યું હતું કે દરેક સનાતની આ સમયે એકજૂથ થઈ રહ્યાં છે, હિન્દુ રાષ્ટ્ર માટે કામ કરી રહ્યાં છે. 

સ્વામી પ્રસાદ મૌર્યએ શું કહ્યું?
સપા નેતા સ્વામીપ્રસાદ મૌર્યએ રામચરિતમાનસની ચોપાઈઓને લઈને પ્રશ્નો ઊઠાવ્યાં હતાં. જેમનાં નિવેદન બાદ લખનૌમાં ધાર્મિક ગ્રંથની નકલોને સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. મૌર્યએ કહ્યું હતું કે ' કરોડો લોકો રામચરિતમાનસને વાંચતા નથી, બધું બકવાસ છે. તુલસીદાસે પોતાની ખુશી માટે તેને લખ્યું હતું.'વધુમાં તેમણે કહ્યું હતું કે 'આ પુસ્તકને બેન જ કરી દેવી જોઈએ. તુલસીદાસનાં રામચરિતમાનસમાં કેટલાક અંશ એવા છે કે જેમના પર અમને આપત્તિ છે. કારણકે કોઈ પણ ધર્મમાં કોઈને પણ ગાળો આપવાનો કોઈ અધિકાર નથી. રામચરિતમાનસની એક ચોપાઈ છે જેમાં તે શૂદ્રોને અધમ જાતીનાં હોવાનું સર્ટિફિકેટ આપે છે.'
 

સંકળાયેલા મુદ્દાઓ

Bageshwar Dham ramcharitmanas વિવાદ Ramcharitmanas controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ