બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આવી પણ એક મેચ! જ્યાં બોલરે પગના ફટકે સ્ટંપ્સને ઉડાવ્યા, એવોર્ડ લેવા એક પણ ખેલાડી ડોકાયો નહીં
Last Updated: 11:37 AM, 9 October 2024
વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 13 ફેબ્રુઆરી 1980 રોમાંચક મેચ ચાલુ હતો. તે સમય હતો કે જ્યારે કેરેબિયાઈ બોલરોની વલ્ડ ક્રિકેટમાં બોલબાલા હતી. જો કે આ મેચમાં ખરાબ ઓપનિંગના કારણે વેસ્ટ ઈન્ડિઝ હાર તરફ વધી રહ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના પ્લેયર સ્તબ્ધ હતા અને બોલરોના ગુસ્સા તેમની બોલથી ખબર પડતી હતી. ન્યુઝીલેન્ડ જીતની નજીક હતું, પરંતુ ટીમના બેટ્સમેન માટે પીચ પર ઊભું રહેવું મુશ્કેલ હતું. દરેક બોલ આગની જેમ બેટ્સમેન તરફ આવતી હતી અને બેટ્સમેન પોતાના શરીરનો બચાવ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
બોલરે લાત મારીને ઉડાડ્યા સ્ટમ્પ
વેસ્ટ ઈન્ડિઝ તરફથી માઇકલ હોલ્ડિંગ ખરાબ એમ્પાયરિંગથી સૌથી વધારે ગુસ્સે થયા હતા. આ સમયે હોલ્ડિંગની એક બોલ બેટ્સમેનના બેટની અંદરની કિનારી લઈને વિકેટકીપરના ગ્લોવ્સમાં ગયો. આખી વેસ્ટ ઈન્ડિઝની ટીમે જોરદાર દલીલ કરી અને બેટ્સમેન પણ પવેલિયન તરફ જવાના મૂળમાં આવી ગયા.
ADVERTISEMENT
Michael Holding kicks over the stumps in frustration after a decision for caught behind is turned down during NZ-WI Test#OnThisDay in 1980 pic.twitter.com/sZyHAw8BHn
— Cricketopia (@CricketopiaCom) February 13, 2024
હકીકતમાં એમ્પાયર બેટ્સમેનને આઉટ આપવાની ના પાડી. અમ્પાયરના આ નિર્ણયથી સમગ્ર કેરેબિયન કેમ્પ ચોંકી ગયો હતો. માઇકલ હોલ્ડિંગનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે સ્ટંપ પાસે જઈને જોરથી લાત મારી. આ પછી વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ હોલ્ડિંગને શાંત કરાવ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
એવોર્ડ લેવા ન આવ્યા પણ કોઈ પણ ખેલાડી
ખરાબ એમ્પાયરિંગના કારણે ન્યુઝીલેન્ડ આ મેચમાં જીત મેળવવામાં સફળ રહી. વેસ્ટ ઈન્ડિઝના પ્લેયર્સનો ગુસ્સો મેચ પૂરી થયા બાદ પણ રહ્યો. આ કારણ રહ્યું કે કેરેબિયાઈ ટીમની તરફથી કોઈ પણ ખેલાડી પ્રેઝન્ટેશન એવોર્ડ લેવા માટે કોઈ પણ ના આવ્યું. કહેવામાં આવે છે કે વેસ્ટઈન્ડિઝ ટીમ આ મુકાબલા બાદ અધવચ્ચે છોડીને જવા ઇચ્છતી હતી અને બાકીની મેચ રમવાની પણ ના પાડી હતી. મહેમાન ટીમના ખેલાડીઓને ખૂબ સમજાવ્યા બાદ તેઓ રમવા માટે તૈયાર થયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.