Canada–India relations News: અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું નિવેદન, અમેરિકા કેનેડાએ ભારત પર લગાવેલા આરોપોને લઈ ચિંતિત
કેનેડાએ ભારત પર ખાલિસ્તાની નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું નિવેદન સામે આવ્યું
અમેરિકા કેનેડાએ ભારત પર લગાવેલા આરોપોને લઈ ચિંતિત
Canada–India relations : અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું નિવેદન, અમેરિકા કેનેડાએ ભારત પર લગાવેલા આરોપોને લઈ ચિંતિત કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. વાત જાણે એમ છે કે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાની આશંકા છે. જોકે હવે આ મામલે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા કેનેડાએ ભારત પર લગાવેલા આરોપોને લઈ ચિંતિત છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું છે કે, અમેરિકા કેનેડાના આરોપોને લઈને અત્યંત ચિંતિત છે, તે તપાસને સંપૂર્ણ સમર્થન આપે છે અને તે ઈચ્છે છે કે આ મામલે યોગત તપાસ થાય અને દોષિતો સામે કાર્યવાહી થાય. જેક સુલિવને કહ્યું કે, અમેરિકા કેનેડા અને ભારત બંનેના સંપર્કમાં છે. તેમણે એવા દાવાઓને ફગાવી દીધા હતા કે, નિજ્જર હત્યાને લઈને યુએસ અને કેનેડા વચ્ચે મતભેદ હતા.
યુએસ અને કેનેડા વચ્ચે મતભેદ ?
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું, 'હું સખત રીતે નકારું છું કે, અમેરિકા અને કેનેડા વચ્ચે તિરાડ છે. અમે (કેનેડાના) આરોપો વિશે ખૂબ જ ચિંતિત છીએ, અમે ઇચ્છીએ છીએ કે તપાસ આગળ વધે અને ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આવે. જ્યારથી આ મુદ્દો સાર્વજનિક બન્યો છે ત્યારથી જ અમેરિકા તેની સાથે ઊભું છે અને જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે બહાર ન આવે ત્યાં સુધી મક્કમ રહેશે.
ભારત વિશે શું કહ્યું ?
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને જણાવ્યું હતું કે, કેનેડામાં એક શીખ 'અલગતાવાદી નેતા'ની હત્યા અંગેના કેનેડાના દાવા બાદ યુએસ ઉચ્ચ સ્તરે ભારતીયોના સંપર્કમાં છે અને સરકાર આ મામલે ભારતને કોઈ "વિશેષ છૂટ" આપી રહી નથી.
આરોપ પર ભારતનું વલણ?
ભારતે કેનેડાના આરોપને સખત રીતે નકારી કાઢ્યો છે. ભારતે કેનેડાના વડાપ્રધાનના આરોપોને 'વાહિયાત' અને 'પ્રેરિત' ગણાવ્યા છે. ભારતે કેનેડા પર તેના દેશમાં ખાલિસ્તાનીઓને છાવરવાનો આરોપ લગાવ્યો છે અને આ મુદ્દાને વાળવા માટે તે ભારત પર આવા મનઘડત આરોપો લગાવી રહ્યું છે.