વોટ્સએપ મેસેજિંગ એપમાં યુઝર્સને અવારનવાર ઘણાં નવા ફીચર્સ મળતાં રહે છે પરંતુ કંપની યુઝર્સ ડિમાન્ડ પર નવા ઓપ્શંસ પણ એડ કરે, એવું જરૂરી નથી. વોટ્સએપ પર છેલ્લા કેટલાક દિવસોથી બીટા યુઝર્સ સાથે એપ પર 'Vacation Mode' ટેસ્ટ કરવાનું આવી રહ્યું હતું, પરંતુ આ ફીચર યુઝર્સને ક્યારેય નહીં મળે. વર્ષ 2018થી જ મેસેજિંગ સર્વિસ આ એપને એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે ટેસ્ટ કરી રહી હતી પરંતુ હવે તેની ટેસ્ટિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.
Whatsapp યુઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર
કંપનીએ આ શાનદાર ફીચરનું ટેસ્ટિંગ કર્યું બંધ
હવે યુઝર્સને આ શાનદાર ફીચર વાપરવા નહીં મળે
વોટ્સએપ પર વેકેશન મોડ ફીચરની મદદથી મેસેજિસને સંપૂર્ણ રીતે ઈગ્નોર અને ચેટ્સને હાઈટ કરી શકાશે એવું સામે આવ્યું હતું. એટલે કે યુઝર્સ આ એપને વેકેશન મોડમાં લાવી શકતા. વોટ્સએપમાં થનારા ચેન્જિસ અને નવા અપડેટ્સ પર નજર રાખનારી WABetaInfoની નવી રિપોર્ટમાં સામે આવ્યયું છે કે, વોટ્સએપે હવે આ ફીચર પર કામ કરવાનું બંધ કરી દીધું છે. આ ફીચર અત્યાર સુધી અંડર ડેવલપમેન્ટ હતું પરંતુ હવે તેની પર આગળ કામ કરવામાં નહીં આવે.
બીટા યુઝર્સને પણ ન મળ્યો આ ફીચર
વેકેશન મોડને લગભગ 2 વર્ષ સુધી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ પબ્લિક બીટા યુઝર્સ પણ તેનો ઉપયોગ કરી નહોતા શકી રહ્યાં. જો આ ફીચરને રોલઆઉટ કરવામાં આવતો તો આર્કાઈવ ચેટ્સ ઈગ્નોર ઓપ્શન યુઝર્સને મળતો. આ ફીચર વોટ્સએપ સેટિંગના નોટિફિકેશન સેક્શનમાં યુઝર્સને મળવાનો હતો. આ રીતે યુઝર્સ વોટ્સએપથી બ્રેક લઈ શકતા અને વેકેશન દરમિયાન આવનારી ચેટ્સ અને મેસેજિસને ઈગ્નોર કરી શકતા.
માત્ર મ્યૂટ કરવાનો ઓપ્શન
અત્યારે વોટ્સએપ પર મળનારા આર્કાઈવ ફીચર ચેટ્સને મ્યૂટ કરવાથી અલગ છે કારણ કે મ્યૂટ કરાયેલી ચેટ્સ સેમ ઓર્ડરમાં દેખાય છે. જ્યારે તમે વોટ્સએપ ચેટ મ્યૂટ કરો છો તો તે આર્કાઈવ ચેટ્સની જેમ સૌથી નીચે નથી જતું અને પહેલાંની જેમ વિન્ડોમાં દેખાય છે. આ ચેટ્સમાં આવનારા મેસેજિસ નોટિફિકેશંસ યુઝર્સને દેખાતા નથી. જોકે, એપ હમેશાં માટે ચેટ્સ મ્યૂટ કરવાનો ઓપ્શન જલ્દી આપવાની છે.