બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bad news for saffron mango lovers
ParthB
Last Updated: 11:39 AM, 3 April 2022
ADVERTISEMENT
ગુજરાતના કેરીનાં ચાહકો માટે આ વર્ષે માઠા સમાચાર આવ્યા છે.
ગીર પંથક તેમજ સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં કેસર કેરીનો આ વખતે માત્ર 15 થી 20 ટકા જ પાક થાય તેવી સ્થિતિ હોવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયો છે. બીજી તરફ આ વર્ષે માત્ર 20 જ ટકા પાક થતાં હવે કેરીનાં ભાવ આસમાને પહોંચે તેમ છે. ખેડૂતોનાં અનુમાન પ્રમાણે આ વખતે કેરી બજારમાં બમણાં ભાવે એટલે કે એક બોક્સના રૂ.1200થી રૂ.1500 થઈ જવાની શક્યતા છે.
ADVERTISEMENT
ગરમી વધશે તો પાકને વધુ નુકસાન થવાની ખેડૂતો ભીતિ
ઉલ્લેખનીય છે કે, તૌક્તે વાવાઝોડા પછી આંબાને થયેલી અસર, ગ્લોબલ વોર્મિંગને પગલે કમોસમી વરસાદ તેમજ પ્રતિકૂળ હવામાનને લીધે આંબાનાં પાકને મોટા પાયે અસર થઇ છે. આ વખતે પ્રતિકૂળ હવામાનને લીધે કેરીની સીઝન ગુજરાતમાં દોઢ મહિના પછી એટલે કે 15 મેથી શરૂ થશે. જો વાતાવરણ સાનુકૂળ રહ્યું તો વરસાદ સુધી લોકોને કેરી ખાવા મળશે.ગીરના ખેડૂતોના જણાવ્યું કે, અમે દવા અને ખાતરથી કેરી બચે તેવો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ કુદરત સામે કોની ચાલે છે. આ વખતે મારે 200 આંબામાં 50 મણ કેરી થાય તો પણ ઘણું છે. સારું વર્ષ હોય તો મારે 300 મણ સુધી કેરી પાકી છે. છેલ્લા બે વર્ષથી વાતાવરણને લીધે પાકને ખૂબ નુકસાન થયું છે.
લૂની આગાહીથી બીજો 5 ટકા પાક બગડશે
હવામાન વિભાગ દ્વારા આકરી ગરમી અને લૂની આગાહીના કારણે આ વર્ષે કેરીનો પાક 15થી 20 ટકા થાય તેવી શક્યતા સેવી રહ્યાં છે. આ સંજોગમાં 5 ટકા પાકને માર પડશે.
કેસર કેરીના એક બોક્સનો ભાવ 700 ના બદલે 1500 રૂપિયા થશે
તલાલા યાર્ડમાં કેરીની આવક ખૂબ જ ઓછી આવશે. આ વિશે તલાલા એપીએમસીનાં સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આ વખતે મોર બે મહિના સુધી રહ્યાં. પરંતુ તે કેરીમાં પરીવર્તીત ન થઇને નાના ફળ પીળા ચણા જેવા થઇને ખરી પડ્યાં. ગત વર્ષે અમે તલાલામાં 6 લાખ બોક્સની આવક થઇ હતી. જે આ વર્ષે 20 ટકા ઉત્પાદનથી ઘટી જશે. ગત વર્ષે બોક્સનો ભાવ રૂ.500થી 600 ખેડૂતને મળ્યો હતો જે આ વખતે રુ. 700થી 1000 મળશે. જેથી બજારમાં તે કેરી પહોંચતા કિલોએ રૂ.125થી 150 રૂપિયે વેચાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.