Team VTV03:26 PM, 16 Nov 17
| Updated: 05:22 PM, 30 Mar 19
જો તમે રાશન કાર્ડ ધરાવતા હોવ તો તેમના માટે ખરાબ સમાચાર હોય છે. સરકાર તરફથી શરૂ કરવામાં આવેલ આ યોજનાનો લાભ રાશન કાર્ડના લાભાર્થીને હવે મળવાપાત્ર રહેશે નથી.
એપીએલ કાર્ડ ધારકોને હવે ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફરનો લાભ જલ્દી મળશે નથી કારણે કે અત્યાર સુધી પ્રદેશના 50 % કાર્ડ બેંક ખાતા સાથે જાડાવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના ચંપાવત જીલ્લામાં 80 % કાર્ડ બેંક ખાતા સાથે જોડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે એપીએલ રાશન કાર્ડ ધારકોને રાજ્ય ખાદ્ય યોજના હેઠળ DBT નો લાભ 1 નવેમ્બરથી આપવાની ઘોષણા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ કાર્ડ ધારકોના ખાતામાં દર મહિને 185 મળવાપાત્ર છે જેના કારણે કાર્ડ ધારક ખુલ્લા બજારમાંથી ખાદ્યાન્ન ખરીદી શકશે. ઉત્તરાખંડમાં હાલ 10 લાખ 44 હજાર 542 APL કાર્ડધારકો રહ્યા છે.
સ્થાનિક અધિકારીઓના જણાંવ્યાનુસાર અમુક વિસ્તારોમાં તો એવા કેટલાય રાશનકાર્ડ ધારકો જોવા મળ્યા છે જેના કોઇપણ બેંકમાં એકાઉન્ટ જ નથી.
ઉધમસિંહ નગર નામે જીલ્લામાં અત્યાર સુધીમાં 22 % જ રાશન કાર્ડને બેંક સાથે લીંકઅપ કરવામાં આવ્યા છે. જ્યારે દહેરાદુનની વાત કરીએ તો ત્યાં 40 % જેટલા રાશનકાર્ડ બેંક સાથે જોડવામાં આવ્યા છે.
સૌથી વધુ બેંક ચંપાવતમાં જોડવામાં આવ્યા છે. આ જિલ્લામાં આશરે 80 % જેટલા રાશનકાર્ડને બેંક સાથે જોડી દેવામાં આવ્યા છે જેની માહિતી ચંપાવતના કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા.